________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨૦) ધમની છે. ધર્મ પણ તેને જ પરિણા કહી શકાય. ધમ પણ તે જ કહી શકાય કે જેની પ્રાપ્તિથી અપૂર્વ સંતોષ પ્રાપ્ત થાય.
ઘણે આગ્રહ કરી તે ગુટિકાઓ તેની ઇચ્છા સિવાય તેના વજના છેડે બાંધી, નમસ્કાર કરી દેવી અદશ્ય થઈ ગઈ શીળવતીનું વિન દૂર થયું. તેને પતિ કાયમ જ હતું. તેની રિદ્ધિ તેમજ હતી.
આ તો દૈવિક માયા. તેને ધર્મથી ચલિત કરવા માટે જ નેત્રદેવીએ દેષ કે ઇર્ષાથી આ પ્રમાણે બતાવ્યું હતું. શીળવતીએ આ સર્વ વૃત્તાંત પિતાના સ્વામીને કહી સંભળાવ્યું. તેણે કહ્યું-પ્રિયા ! આ ગુટિકાઓ અનુક્રમે એક એક ખાવાથી તેને અનુક્રમે અગિયાર પુત્રો થશે.
શીલવતીએ કહ્યું- હવામીનાથ ! જેટલો પુત્ર સાથેને સંગ તેટલો જ કર્મને બંધ છે. દુ:ખ પણ તેટલું જ છે, માટે હે નાથ ! ગુટિકાથી સયું. જે આત્માને ઉદ્ધાર થાય તે ધર્મ મળે છે તો પછી પુત્રની શી જરૂર છે?
શ્રેષિએ કહ્યું પ્રિયા! એમ જ છે, તથાપિ આ લોકસ્થિતિ સાચવવાની જરૂર છે. પુત્ર વિનો દાયાદી અને રાજા પ્રમુખ ધનના માલીક થાય છે. ગ્લાન અવસ્થામાં કે વૃદ્ધાવસ્થામાં પુત્રો વિના શરીરની સંભાળ કોણ કરે? ઘરના બંધાવેલ મંદિરમાં પુત્ર વિના સારસંભાળ કે પૂજાશાંતિ વગેર કોણ કરશે? રિદ્ધિથી સમૃદ્ધિવાન છતાં પુત્ર વિના તેનું નામ કોણ જાણશે ? માટે હે સુંદરી ! મારા આગ્રહથી આ ગુટિકાઓ તારે અનુક્રમે ખાવી. | મોહ અને વિચારધર્મમાં કેટલી તારતમ્યતા ? જે પુરુષ એક દિવસ પુત્રપ્રાપ્તિ માટે શોક કરતી પ્રિયાને દિલાસે આપતો હતો, તે પુરુષને આજે તે સ્ત્રી ઉલટી સમજાવે છે. ખરેખર નિરંતર ડું પણ ચાલનાર મનુષ્ય આગળ વધે છે ત્યારે ઝડપથી ચાલનાર પણ કોઈ વખત તેટલું વધી શકતો નથી. તેમજ આત્મવિચારમાં નિત્ય આગળ વધનાર એક વખત તેની ટોચ ઉપર જઈ શકે છે, પણ એક વખત ઝડપથી આગળ વધી પાછળથી મંદ પ્રયત્ન કરનાર તેટલું વધી
For Private and Personal Use Only