________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૫)
તિમભિ આ
કરી, પતિના બળ પર
વિકસિત રોમાંચ ધારણ કરતા અને હર્ષાશ્રુને વરસાવતા શ્રીસંઘે રે પ્રભુને પંચાંગ પ્રણામ કર્યો. વારંવાર તે પ્રભુનું મુખારવિંદ જોતાં, નમસ્કાર કરતાં, એકાગ્ર ચિત્તથી તે પ્રભુને અદ્દભૂત ગુણનું ચિંતન કરવા લાગ્યા. કેટલાએક સુંદર સ્તુગિર્ભિત કાવ્યોથી સ્તવવા લાગ્યા. પૂજન કરવાની પ્રબળ ઈચ્છાવાળે સંધને મેટો ભાગ, સ્નાન કરી, પવિત્ર થઈ, શ્વેત વસ્ત્રો પહેરી, ગજંદકુંડમાંથી સ્વચ્છ પાણીના કળશ ભરી લાવ્યા. કેટલાએક કુંકુમ મિશ્રિત કર્પરાદિ સુગંધી પદાર્થો પૂજન, અર્ચન માટે ઘસવા લાગ્યા.
વાજિ ના પ્રબળ નાદ સાથે સ્નાત્ર મહેચ્છવ- વિણ કરવાનું કામ શરૂ થયું. તેમનાથ પ્રભુના બિંબ ઉપર —વણ કર્યા પછી, ગશીર્ષ ચંદનાદિ સુગંધી પદાર્થોનું વિલેપન કરવામાં આવ્યું. અંગુષ્ટ પ્રમુખ અંગે પૂજન કરવામાં આવ્યું. અને છેવટે મણું, મુક્તાફળાદિનાં આભૂષણે અને સુગંધી પુષ્પની માળા ચડાવવામાં આવી.
પ્રભુ સમગ્ર મંગલિકના ગૃહ સમાન છે એમ સૂચવવા માટે વેતા શાળી(ખા)થી અષ્ટ મંગલિક આળેખવામાં આવ્યાં. ચાર વાંકી પાંખડીઓવાળો સાથીઓ કરવામાં આવ્યું. સાથીઆના ઉપરના ભાગ ઉપર ત્રણ ઢગલીઓ કરવામાં આવી અને તેના ઉપરના ભાગ પર સિદ્ધશિલાના જે આકાર કરવામાં આવ્યું. આ સાથીઓ કરતી વખતે એવી ભાવનાથી મન વાસિત કરવામાં આવતું હતું કે હે પ્રભુ ! આ સાથીઆની ચાર વાંકી પાંખડીઓ સમાન ચાર ગતિ વક્ર યાને દુખદા છે તેને તું દૂર કર. અને આ ત્રણ ઢગલીઓ સમાન જ્ઞાન, દર્શન અને ચારિત્ર અમને તું આપ તથા છેવટે આ સિદ્ધશિલા ઉપર નિર્વાણ સ્થાનમાં અમારે નિવાસ થાય તેમ તું કર. આ અમારી મનોગત ભાવનાને પ્રગટ કરવાને માટે આ બા આકારમાં અમે આપની સમક્ષ આ મનોગત ભાવનાનું ચિત્ર આલેખ્યું છે.
આગળ ચાલતાં તે પ્રભુની પાસે પુષ્પ અને ફળે મૂકવામાં આવ્યાં. તે વખતની ભગત ભાવના એવી હતી કે-આ પુષ્પની
For Private and Personal Use Only