________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હતું. પહાડની સ્પામતા સાથે મળેલી વનસ્પતિની હરિતતાને લઈ , મંદિરના શિખર પર આજુબાજુ નાની નાની અને વચમાં મેટા વિભાગમાં ધ્વજાઓ બાંધેલી હેવાથી, સંસાર સમુદ્રમાં મુસાફરી કરતા અનેક સઢે ચડાવેલા જહાજ( વહાણ )ની માફક, તે મંદિરને રળીયામણે દેખાવ મનુષ્યોના નેત્ર તથા મનનું આકર્ષણ કરતો હતો.
જય જયના માંગલિક શબ્દો બોલતો શ્રીસંધ મુખ્ય મંદિરમાં આવે. ને મનાથ પ્રભુની મુખમુદ્રા નિહાળતાં જ અતિ ઉઠિત હૃદયવાળા શ્રી સંધે, હાથ જોડી પિતાનાં મસ્તકો તેમના તરફ નમાવી દીધાં. થોડા વખત સુધી અનિમેષદષ્ટિએ સર્વે પ્રભુના મુખકમળ સામું જોઈ રહ્યા,
તે પ્રભુની મૂતિ સિદ્ધાસનને આકારે બેઠેલી હતી. નેત્રની દષ્ટિ નાસિકાના અગ્ર પર સ્થાપન કરેલી હતી. મુખમુદ્રા શાંત રસમાં નિમન હતી. તેમના હાથ કે અંકમાં ( ખોળામાં ) કે પાસે, સ્ત્રી, શસ્ત્રાદિ વિકારી ચીજે કાંઈ પણ ન હતી. પલહઠી( પલાંઠી )ના ભાગ ઉપર પદ્માસન મુદ્રામાં તેમનાં હાથે ચત્તા રહેતા હતા. સર્વ વિભાવ ઉપાધિથી રહિત, આત્માનંદમાં નિમગ્ન તે પ્રભુની શાંત મૂતિ જાણે લોકોને ખવાવ ળાને એમ જણાવતી હેય નહિં કે, “ જે તમારે પૂર્ણ આત્માનંદ લેવો હેય, નિરંતરને માટે જન્મ, મરણને જલજલી આપવી હોય અને અનંત ચતુષ્ટયમય આત્માનું કેવળ સામ્રાજ્ય અનુભવવું હોય તે અહીં આવે. આ સ્થિતિ તપાસે અને તેવા થવા માટે તમે પ્રયત્ન કરે, તો જરૂર મારા જેવા આત્મસ્વરૂપ થઈ રહેશે.”
તે બાળબ્રહ્મચારી મહાપ્રભુની શાંત મૂર્તિને, અનિમિષ દષ્ટિએ જેતે શ્રીસંધ, છેડે વખત; એકાગ્રતામાં પ્રવેશ કરેલા નિશ્ચી ગાત્રવાળા ગીની સ્થિતિને અનુભવતા હોય તેમ દેખાતો હતો. થોડા વખતની તેવી આનંદિત સ્થિતિ અનુભવી ભક્તિરસથી સમુઘનિત વદનવાળા શ્રીસ ધે તે મહાપ્રભુની કરતી ત્રણ પ્રદક્ષિણા કરી. હર્ષાવેશથી
For Private and Personal Use Only