________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪૩ )
હતાં. સંધને મેટે ભાગ એક વખત આહાર કરનાર, પગે ચાલનાર, જમીન પર સુનાર, સચિત્તનો ત્યાગ કરનાર અને તેટલા દિવસોને માટે બ્રહ્મચર્ય પાળનાર હતે. રાત્રી અને દિવસો આનંદમાં પસાર કરતાં અને જેને શાસનની પ્રભાવના યાંને ઉન્નતિ કરો શ્રી સંધ ગિરનાર પહાડની તળેટીમાં આવી પહોંચ્યો.
સુગંધી પુષ્પથી વાસિત થયેલાં શીતળ જળના પ્રવાહવાળાં ઝરણાથી, મદ ઝરતા ગજેંદ્રની માફક ગિરનારને પહાડ શોભી રહ્યો હતો. તે પહાડના ઉપર અને આજુબાજુ જ બીર, જાંબુ, આમ, અંબાડ, આંબલી, કદંબ, ખજુર દ્રાક્ષ, દાડિમ, પુગી, નાલીપેર, પુન્નાગ, નાગ, ચંપક, અશોક. અંકુલ, બકુલ, તિલક, તાલ, હિંતાલ, પ્રિયાળ, કરમાલ, માલાતિ, કેતકી, વિચિકીલ, કરણું, મંદાર એલા, લવિંગ, નાગકેશર, કંકોલાદિ સર્વ ઋતુઓનાં વૃક્ષોવાળા, નંદન વનની માફક રમણિક બગીચાઓ, આરામો નજરે પડતા હતા. હંસ, સારસ, કાયલાદિ સુંદર પક્ષીઓના કલરવવાળા અનેક સહસ્ત્ર ગ્ર વને પથિકને આરામ આપી રહ્યાં હતાં.
આકાશના અગ્ર ભાગ પર આવી લાગેલાં ઊંચા શિખરવાળો રૈવતાચળ, શ્યામવર્ણવાળા અંજનગિરિ સરખે, અને આકાશને ટકાવી રાખવાને જાણે એક સ્થંભ ઊભો કરેલો હોય તેઓ સુંદર દેખાવ આપતો હતો.
- તળેટીના નજીકના ભાગમાં સંઘને પડાવ નાખવામાં આવ્યા. વાહનાદિ સર્વ ત્યાં જ રાખી, ઉપયોગી સામગ્રી સાથે લઈ, સંધ ગિરનારના પહાડ પર ચડવા લાગ્યો. અનુક્રમે નેમિનાથ ભગવાન બાલબ્રહ્મચારી બાવીસમા તીર્થંકરના મુખ્ય મંદિર આગળ સવે આવી પહેચ્યા. મુખ્ય મંદિર સ્વચ્છતામાં અને ઉજ્વળતામાં ચંદ્રની શ્વેત ચાંદની સાથે સ્પર્ધા કરતું હોય તેવું ઉલ્લસિત જણાતું હતું. એક વાર પહાડની ટેકરી ઉપર, તેમાં વળી ઊંચા શિખરવાળું હેવાથી તે મુખ્ય મંદિર કૈલાસ પર્વતને એક ભવ્ય શિખરની માફક શોભતું
For Private and Personal Use Only