________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪૬)
-સુગંધીની માફક અમારૂં શીયળાદિ સદાચરણ નિરંતરને માટે સુગંધિત રહે. તેમાં અતિચાર કે દોષરૂપ દુધતા બીલકુલ પ્રાપ્ત ન થાઓ. ફળ મૂકવાની સંભાવના એવી હતી કે-હે પ્રભુ ! સર્વ કર્મના નાશરૂ૫ આત્મસ્વરૂપ એ જ ઉત્તમ ફળ અમને આપે. - પ્રભુના ઉત્તમ ગુણની સુગંધને તથા આત્મજ્ઞાનના પ્રકાશને કોની આગળ પ્રગટ કરતા હોય તેમ તે પ્રભુની પાસે ધૂપ અને દીપક પ્રગટાવવામાં આવ્યાં. જગતના છત્ર તુલ્ય, જગતના ઢાંકણ તુલ્ય, મેહને પરાજય કરી વિજયધ્વજ ફરકાવનાર જગતના સ્વામી, જગત પૂજ્ય. ઇત્યાદિ માનસિક સદ્દભાવનાઓને સદ્ભાવરૂપે કરતાં શ્રી સંઘે પ્રભુના મસ્તક પર છત્ર ચડાવ્યું. ચંદવાઓ બાંધ્યાં. શિખર પર ધ્વજ આરોપણ કરી. ચામરોથી વિંઝયા. અને આરતિ પ્રમુખ ઉતારી છેવટે ધનપાળાદિ શ્રીસંધ, તે પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા.
હે બબબ્રહ્મચારી ! દેવાધિદેવ, અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ અને અનંત વીર્યવાન તમને અમે નમસ્કાર કરીએ છીએ. મોહનિદ્રામાંથી જગતને જાગૃત કરનાર, આત્મિક માર્ગ બતાવી જમત જીવોને નિર્ભય કરનાર અને જન્મ, મરણાદિ અનંત દુઃખથી મુક્ત કરનાર તું જ છે. હે દેવ ! તેં પિતે જ જીણુતણની માફક રાજ વૈભવ અને સુશીલ રાજકુમારી રામતીના ત્યાગ કરી, સંયમમાર્ગ ગ્રહણ કરો યાદવ વંશને ઉજ્વળ કર્યો છે. તેવી જ રીતે આત્મબોધ કે જ્ઞાનના પ્રકાશથી અમારા અંતરને તમે ઉજ્વળ કરે. હે દેવ ! આ સર્વ ભુવનને જીતનાર દુર્ધર કામરૂપ ગજેંદ્રના કુંભસ્થળનું વિદ્યારણ કરવાને તે સિંહ સમાન આચરણ કર્યું છે. તે, પરૂપ દાવાનળથી કમવન બાળી નાખ્યું છે. તે તુરત પાપવલ્લીઓનો ઉછેદ કરી, આત્મગુણરૂપ કઃપવૃક્ષના આરામને પોષણ આપવામાં અમૃતની નીક સમાન આચરણ કર્યું છે. પ્રચંડ કષાય નલથી સતત જીવસમૂહને શાંત કરવાને ધમ દેશનારૂપ જળધરની આ દુનિયા પર તે અમૂલ્ય વૃષ્ટિ કરી છે. નિર્મમવરૂપ વજથી મોહપર્વતને તે વિનાશ કર્યો છે. સર્વ
For Private and Personal Use Only