Book Title: Sudarshana Charitra
Author(s): Kesharvijay Gani
Publisher: Jotana Jain Sangh

View full book text
Previous | Next

Page 457
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૩૩) જાયાદેખ્યા. ફરી તે પુત્રએ ભગવાનને વિજ્ઞપ્તિ કરી. કૃપાળુ દેવ ! આ દુતર ભવજળનિધિથી અમારે કેવી રીતે પાર પામવો? જિનેશ્વરે કહ્યું, મહાનુભાવે ! સંસારસમુદ્ર તરવા માટે દેશવિરતિ અને સર્વવિરતિ એમ બે રસ્તાઓ છે. તેને તમે યથાશક્તિ સ્વીકાર કરો. તેની મદદથી તમે નિર્વાણપદ મેળવી શકશે. - જિનેશ્વરના વચનામૃતોથી સીંચાયેલ તે પુત્રો સંગ રંગથી વાસિત થયા. માતા, પિતા પાસે ચારિત્ર ગ્રહણ કરવાને પિતાને અભિપ્રાય તેઓએ જણાવ્યું. પરમ ઉપગારી માતા પિતા ! અમને તત્ત્વને બોધ થયો છે. અનંત ભવભ્રમણથી તપ્ત થયેલા અમે બાવનાચંદનરૂપ પાર્શ્વનાથ પ્રભુના ચરણારવિંદની નિરંતર સેવા કરવાને ઇચ્છીએ છીએ. આ ધન, ભૂવન, સ્વજન અને વિષય ઉપભોગની ઇચ્છાથી અમે નિવૃત્ત થયા છીએ. જગતજીનું ભાવદયાથી પાલન કરનાર આ મહાપ્રભુનું અમે શરણ લઈએ છીએ. અમારું અંતર તે તરફ પ્રેરાય છે, તો ચિરકાળના પ્રણયને (સ્નેહન ) મૂકી ચારિત્ર લેવા માટે અમને આજ્ઞા આપો. શ્રાવકની અગિયાર મહિમા दंसण क्य सामाहय पोसह पडिमा अबंभसचित्ते । आरंभ पेसि उदिठवजए समणभूए य । १ ॥ માતા, પિતાએ કહ્યું પુત્રો ! તમારું કહેવું ખરેખર સત્ય છે. આત્મય કરવું તે અવશ્ય જરૂરનું છે, પણ જયાં સુધી અમે આ દેહમાં રહ્યા છીએ ત્યાં સુધી તમે ગૃહસ્થ મ અગીકાર કરો, અને આ દેહથી અમે જ્યારે મુક્ત થઈએ ત્યારે તમને જેમ જેમ લાગે તેમ કરજો. અત્યારે અમારી પૂર્ણ વૃદ્ધાવસ્થા છે. આવી સ્ટિમાં અમારે ચારિત્ર લેવું અને પાળવું તે અશક્ય જેવું છે તેમ પુત્ર For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475