________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૭)
નિરંતર ત્રણ પ્રકારે, ત્રિકાળ, ત્રિજગપૂજ્ય ગુરુની પૂજા કરીશ. આ પ્રમાણે નિયમ અંગીકાર કરી, તે રાજાએ નિર્દોષપણે તે વ્રતનું પાલન કર્યું. છેવટની સ્થિતિમાં અણુસણ કરી પરમેષ્ટી મંત્રનું સ્મરણ કરતાં દેહને ત્યાગ કરી સનકુમાર દેવલોકમાં તે રાજા દેવપણે ઉત્પન્ન થયે.
સુનંદ શ્રેણીના અગિયારે પુત્રે, ગૃહસ્થ ધર્મ ગ્રહણ કરી ઘેર આવ્યા. જિનેશ્વર પણ અન્ય સ્થળે વિહાર કરી ગયા.
સુનંદષ્ટિ, શ્રાવક ધર્મનું પાલન કરી, આયુષ પૂર્ણ થતાં, ધારણી પત્ની સાથે દેવલોકમાં ગયો.
રૂષભ દિ અગિયારે એક પુત્રએ, ગૃહવાસમાં રહી શ્રાવકની અગીયાર પડિભાઓ શરૂ કરી નિર્વિધનપણે તે સર્વે પ્રતિમાઓ પૂર્ણ કરી. માતા પિતાનું દેવભૂમિમાં ગમન થવાથી પિતે પોતાની ફરજ માંથી મુકત થયેલા સમજી સંવેગ રંગમાં નિમગ્ન થઈ, કુટુંબને બાર પોતાના પુત્રને સોંપી ગુરુશ્રી પાસે ચારિત્રમાર્ગ અંગીકાર કર્યો.
ગ્રહણ, આસેવનારૂપ બે પ્રકારની શિક્ષા ગુરુશ્રી તરફથી મેળવી તેઓ સર્વે તીવ્ર તપશ્ચરણમાં આસક્ત થયા. ગુરૂરાજની આજ્ઞાપૂર્વક ઘણે વખત ચારિત્ર પાબ્લે, મોહને ઉપશમા. ઉપશમ સમ્યકુત્વથી પવિત્ર ઉપશમશ્રેણિ ઉપર આરૂઢ થયા. અગીયાર અંગને ધારણ કરનારા તેઓ અગીયારમેં ગુણઠાણે જઈ પહોંચ્યા. આયુષ્ય ત્યાં જ પૂર્ણ થતાં આ દેહ મૂકી દઈ સર્વાર્થસિદ્ધ વિમાનમાં એકાવ. તારીપણે અગીયારે કલ્પાતીત દેવપણે ઉત્પન્ન થયા.
તેત્રીશ સાગરે પમ પ્રમાણે તે દેવ-આવાસમાં રહી ઘણું જ પાતળા-સ્વલ્પ કષાયવાળા તેઓ મહાવિદેહ આવાસમાં જન્મ પામી, સર્વથા વિદેહ થશે અર્થાત નિર્વાણ પામશે
ધમ ધર્મનું પ્રત્યક્ષ ફળ આ પ્રમાણે અનેક છો અનુભવે છે. કિન્નરીએ સાંભળેલ ઇતિહાસ ધનપાળને કહી સંભળાએ.
ત્વિયા તે કચરણમાં
For Private and Personal Use Only