________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪૦).
કદાચ તેવી ખબર હોય તે પણ ભાગ્યે જ. તેવા સમાગમને લાભ લેવાને.-જે આ પ્રમાણે યાત્રા નિમિત્તે જઈને વર્તન કરવામાં આવે તો, આવી તીર્થોની લાંબી સફર વિચારવાન તત્વજ્ઞાની ગુરૂના સમાગમ સિવાય, કે ઉત્તમ વિચારવાન સત્સમાગમ સિવાય સફળ કેવી રીતે થાય તે વિચારવા જેવું છે. તેઓને તીર્થયાત્રાને મુખ્ય ઉદ્દેશ ધ્યાનમાં ન હોવાથી તેમજ તેવી ... પ્રકૃત્તિ ન હોવાથી
તીર્થયાત્રાને લાભ મળી શકતું નથી. ' ધમ બહેન ! મને આજે તમારા સમાગમથી આત્મધર્મમાં વિશેષ જાગૃતિ આવી છે. મારા મિત્રને પણ સમ્યકત્વપૂર્વક ગૃહસ્થ ધર્મનાં વ્રત અંગીકાર કરવાનું તમારા નિમિત્તથી જ બન્યું છે. મહાશય ! ફરી પણ હું તમારે મહાન આભાર માનું છું અને પાછો અનેક વાર તમારો સમાગમ થાય એમ ઈચ્છું છું.
મારાં વચનો સાંભળી, પિતાના વ્યતીત થયેલા વખતને ઉપયોગી થયેલે સમજી, પિતાની માયાળુ દષ્ટિ અમારા તરફ ફેંકી અર્થાત તેની પિતાની ખુશી જાહેર કરી, તે કિન્નરી પોતાના ઈચ્છિત સ્થાને જવાને આકાશમાગે ઊંચી ઊડાડા વખતમાં અદ્રશ્ય થઈ ગઈ. - પ્રિયા ! તેમના જેવા બાદ અમે બંને મિત્રોએ બહારના ભાગમાં આનંદમાં રાત્રી પસાર કરી. પ્રાત:કાળે જાગૃત થતાં ફરી નેમ નાથ પ્રભુના મંદિરમાં જઈ, દર્શન, સ્તુતિ વિગેરે કરી, અમે પહાડ પરથી નીચા ઉતર્યા, અનુક્રમે અહીં આવી પહોંચ્યા.
પ્રિયા ! તે મને જે પ્રશ્ન કર્યો હતો કે, “ ગિરનારના પહાડ ઉપર આજે નિરીઓ યુનિગણની સ્તવના કરી રહી છેવિગેરે, તે સર્વ વૃત્તાંત આજે તારા પૂછવાથી તારી આગળ મેં વિસ્તારથી કહી સંભળાવ્યો છે.
પોતાના પતિના મુખથી ગિરનાર સંબંધી અનુભવ અને પ્રસંગોપાત સુદર્શનાદિને ઈતિહાસ સંભાળી ધનશ્રીએ કહ્યું. સ્વામીનાથ ! આપને કહેલો વૃતાંત સાંભળી હું ધણી ખુશ થઈ છું. આપ મિત્ર સહિત ગિરનાર પર અનેક વાર યાત્રાર્થે ગયા છે, તે શું મને એક વાર
એ માતઃ કાળે
ચી નીચી ઉતરમાં જ
For Private and Personal Use Only