Book Title: Sudarshana Charitra
Author(s): Kesharvijay Gani
Publisher: Jotana Jain Sangh

View full book text
Previous | Next

Page 445
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૧) શકતો નથી. તે વાત આ દંપતીના વિચારથી સ્પષ્ટ સમજાઈ શકાય છે શ્રેષિના આગ્રહથી શીળવતીએ તેનું કહેવું માન્ય કયુ"તે ખરે પણ તે વિચારવા લાગી કે આટલી ઉમરે અગીયાર વખત પ્રતિ થાય, તેનાં અસહ્ય દુખ સહન કરવો પડે, ધર્મક્રિયામાં પણ વિશ્વ થાય, માટે એકી સાથે આ અગિયારે ગુટિકા ખાઈ જવી જેથી એ ઉત્તમ ગુણવાન પુત્ર થાય. આ ઇરાદાથી તેણે એકી સાથે અગીઆર ગુટિકા ખાધી. ભાવિનિયોગ અને દિવ્ય પ્રભાવથી એકી સાથે અગીયાર ગર્ભ તેના ઉદરમાં ઉત્પન્ન થયા. જેમ જેમ તે ગર્ભો વૃદ્ધિ પામવા લાગ્યા તેમ તેમ તેના ઉદરમાં વ્યથા વધવા લાગી. જ્યારે તેની વિદના અસહ્ય થઈ પડી ત્યારે તેણે નેત્રદેવીને યાદ કરી. યાદ કરતાં ગુણાનુરાગી દેવી હાજર થઈ. દેવી શક્તિથી તેની વેદના દૂર કરી તે અદશ્ય થઈ ગઈ. ગર્ભના અનુભવથી પ્રશસ્ત દેહદ ઉત્પન્ન થયા. છેવટે પ્રસૂતિસમયે ઉત્તમ દિવ્ય રૂપ-ધારક અગિયાર પુત્રોને જન્મ થશે. લક્ષ્મીપુંજ છીએ હર્ષાવેશથી મોટું વધામણું કર્યું. તે પુત્રોનાં મે ધાર ઉપર રાખવામાં આવ્યાં. ધાવમાતાની સહાયથી ઉછરીને ક્રમે તે પુત્ર આઠ વર્ષના થયા. પિતાએ ભણાવવા માટે અધ્યાપકને સેપ્યા. લેખકાદિ વિવિધ કળાઓમાં તેઓ ચેડા જ વખતમાં પ્રવીણ થયા. અનુક્રમે યુવાવસ્થા પામ્યા. પિતાએ લાયક સ્થળે લાયક કન્યાએ સાથે તેઓને પરણાવ્યા અને યોગ્યતાનુસાર જુદા જુદા વ્યાપારમાં નિયજિત કર્યા. ધન ઉપાર્જન કરવામાં એકાગ્ર ચિત્તવાળા પુત્રોને જાણી, ભવિષ્યને વિચાર કરનારી હિતચિંતક પ્રેમાળ માતાએ, એક દિવસે સર્વ પુત્રોને પોતાની પાસે બેલાવી જણાવ્યું કે-પુત્રે ! જેમ તમે ધન ઉપાર્જન કરવામાં પ્રયત્નવાન થયા છે તેમ, સમગ્ર પુરુષાર્થના મૂલ કારણભૂત ધર્મ દ્રવ્ય ઉપાર્જન કરવામાં થોડો પણ પ્રયત્ન કેમ કરતા નથી ?ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. રૂ૫, બલ, લાવણ્ય, પ્રવર સૌભાગ્ય અને મનવાંછિત કાય પણ ધર્મ કરવાથી જ પ્રાપ્ત થાય છે. આ ધર્મની પ્રાપ્તિ પ્રતિદિન For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475