________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯)
જોઈએ. તારા અનધિ સતવડે વેચાયેલી હું દાસીની માફક તારા માટે થઈ છું. મારા લાયક કાંઈ પણ કાર્ય જણાવ.
દેવીને-શાંત થયેલી જાણી શીળવતીએ કહ્યું. દેવી ! મને આ ધર્મ પ્રાપ્ત થયો છે, તેથી હું હવે મારામાં કોઈપણ ઓછાશ માનતી નથી, અર્થાત મને કેઈપણું પ્રકારની ઈચ્છા હવે થતી નથી, છતાં આ લેક અને પરલોકમાં હિતકારી સમ્યફલમાં તમે સ્થિર થાઓ એ જ મારી દૃઢ ઇચ્છા છે. ' દેવીએ કહ્યું-ધર્મશીલા ! તમારું કહેવું મને પ્રમાણ છે. તે દેવાધિદેવની આજ્ઞા હું મસ્તક પર ચડાવું છું, પણ તમે મારી પાસે કાંઈ પણ માંગે.
શીલવતીએ કહ્યું. જે એમ જ છે તે તમે મને ધર્મકાર્યમાં મદદ કરજો.
દેવીએ કહ્યું-જે દેવે પણ ચલાયમાન કરી ન શકે આવી ધર્મમાં તમારી પ્રબળ દઢતા છે. તેથી ત્રણ લોક પણ તમને મદદગાર છે તો મારા જેવી એલ્પ સત્વવાળી દેવી તમને ધર્મમાં શું સહાય આપી શકે ?
ધર્મ શીલા! આ અગીયાર ગુટિકાઓ હું તમને આપું છું તે અનુક્રમે ખાવાથી તમને સુખદાયી પુત્રસંતતિ થશે, માટે તે ગુટિકાઓ ગ્રહણ કર. દેવીએ તેના ભૂતકાળના મનોરથ પ્રમાણે ઉપકાર કરવા ઈચ્છા જણાવી.
શીળવતીએ તે ગુટિકાઓ લેવાની બીલકુલ ઈચ્છા પણ ન કરી
અહા! કેટલું બધું આશ્ચર્ય? કેટલો બધે સંતોષ ? ધર્મને કે અદ્દભૂત મહિમા જે બાઈએ પુત્રપ્રાપ્તિ નિમિત્તે અગીયાર વર્ષ પર્યત તપ કર્યો હતો, અનેક માનતા માની હતી, જેને માટે રાત્રી દિવસ તડફડની સુખે નિદ્રા પણ લેતી ન હતી, જે મનોરથ પૂર્ણ કરવાને શરીરને પણ સુકાવી નાંખ્યું હતું તે સ્ત્રી, આજે પુત્રઉત્પત્તિ માટેની દેવી તરફથી મળતી ગુટિકાને ઈચ્છતી પણ નથી. બલિહારી
For Private and Personal Use Only