________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧૪)
ગુરૂશ્રી સ્વ-પરસમયના જાણુ છે, દ્રવ્ય, ક્ષેત્રાદિને જાણનાર છે અને કાર્યકાર્યને વિચાર કરવામાં વિચક્ષણ છે
મુનિઓના આશયને ભાસ શીળવતીને એ થશે કે તેઓ પિતે કાંઈપણ બેલવાને ખુશી નથી પણ આ વાતનો ખુલાસે તેમના ગુરૂશ્રી આપી શકશે.
ભિક્ષાર્થે આવેલા તે મુનિઓને નિર્દોષ, ક૯૫નીય આહારદિ -શીળવતીએ આપ્યાં. તે લઈ તેઓ ચાલતા થયા. બીજે દિવસે પરિ. વાર સહિત શીળવતી ગુરૂશ્રી પાસે ગઈ અને નમસ્કાર કરી તે જ પ્રશ્ન ગુરૂને પૂછો. ખરી વાત છે. અર્થી દેને જોતા નથી.
ગુરૂએ કહ્યું. ભદ્ર ! સાવધ યોગને ત્યાગ કરનાર મુનિએ જે કે પર ઉપકારી હોય છે તથાપિ પાપકારી આદેશ ઉપદેશ કરો તે તેમને અકલ્પનીય છે અર્થાત કરવા યોગ્ય નથી. જેમાં જીવોને કલામણું થાય, અથવા જીવોને નાશ થાય તેવાં નક્ષત્ર, સ્વમ, યોગ, નિમિત્ત, મંત્ર અને ઔષધાદિક સંબંધી કાંઈ પણ ગૃહસ્થને કહેવું તે સાધુધર્મની મર્યાદા બહારની વાત છે. અર્થાત સાધુની મર્યાદાનું ઉલ્લંઘન કરાવનારી વાત છે.
પણ ભદ્રે ! તારા દુઃખનું નિઈલન થાય તેવે સમ્યગ દર્શન, જ્ઞાન, ચારિત્રમય હું તને ધમ બતાવું છું, જેનાથી મનવાંછિત સી. સુખની પ્રાપ્તિ થશે. - રાગ, દ્રષ, મોહ, અજ્ઞાનાદિ દેવ રાહત હોય તે દેવ કહેવાય છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્રિ ધારણ કરનાર ઉત્તમ ગુરુઓ મનાય છે, જેમાં જીવ અજીવ આદિ પદાર્થસમૂહની હેય, શેય, ઉપાદેયરૂપે સમજ આપવામાં આવે છે, તે આત્મ વિશુદ્ધિ કરનાર ધમ છે. આ ત્રણેનું સમ્યફ શ્રદ્ધાન કરવું તે સમ્યકત્વ કહેવાય છે. હવે હું તને ગૃહસ્થ ધર્મ બતાવું છું.
' * ૧. સ્થૂળ (મોટા) પ્રાણ વધો ત્યાગ કરવો. ૨ અસત્ય ન બોલવું. ચોરી ન કરવી જ પરપુરૂષને ત્યાગ કરવો. ૫ ધન ધાન્યાદિ. -
For Private and Personal Use Only