________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧૩)
વિપત્તિ પામતો નથી. અગીયારમો પુત્ર સપા૫કાર્યને અત્યંત ત્યાગ કરનાર છે છતાં ત્યાગ, ભોગ અને વિવિધ પ્રકારના ધનાનેિ લાભ સંપાદન કરી શકતો નથી.
પ્રભુ આ મારા દરેક પુત્રે ભિન્ન સ્વભાવવાળા શામાટે? અર્થાત પૂર્વજન્મના ક્યા કયા કર્મના ઉદયથી ? તે આપ કૃપા કરી જણાવશે.
જગતને ધવ ભગવાને કહ્યું. આ મગધદેશની કામંદીનગરીમાં લક્ષ્મીપુંજ નામને શ્રેણી રહેતે હતો. તેને શીળવતી નામની ગુણીયલ
સ્ત્રી હતી. અનેક ગુણવાન છતાં પુત્રસંતતિના ગુણથી તે રહિત હતી. પુત્રની ઉદાસીનતામાં ઘેરાયેલી શીળવતીને તેના સ્વામીએ દિલાસો આપતાં કહ્યું. વલભા ! પૂર્વકૃત કર્મ અલંધનીય છે. તેવા કોઈ પ્રબળ કારણથી આપણે ઘેર પુત્રાદિ સંતતિ નથી. કર્મની આગળ બળવાન પુરૂષોને પણ પ્રસંગે નમવું પડે છે, માટે તું શાંત થા. શ્રેણીનું કહેવું નહિ માનતાં તે વિશેષ ખેર કરવા લાગી.
પુત્રપ્રાપ્તિ નિમિત્તે અનેક દેવ, દેવીઓ પાસે યાચના અને માનતા તેણે શરૂ કરી. એક વર્ષ પર્યત એક એક દેવની; એવી રીતે અગીયાર વર્ષ પર્વત મહાન વિભૂતિપૂર્વક અગીગાર દેવ, દેવીઓનું તેણે પૂજન કર્યું. મહાન કલેશ સહન કરવા સાથે દ્રવ્યને પણ વ્યય કર્યો, છતાં એક પણ પુત્રાદિની પ્રાપ્તિ ન જ થઈ,
એક દિવસે ધમધષ મુનિના બે શિષ્ય તેને ઘેર આહારાદિની મિક્ષથે આવી ચડયા. શીળવતીએ તેઓને ઘણે આદર-સત્કાર કર્યો. નમસ્કાર કરી છેવટે તેણે પિતાને સાથે જણાવ્યો કે-ભગવન ! મને પુત્રાદિ સંતતિની પ્રાપ્તિ થશે કે ? અથવા કેવી રીતે પુત્રદિ સંતતિ થાય તેને ઉપાય બતાવશે? શિષ્યોએ કહ્યું ભદ્ર! ભિક્ષાથે ગૃહસ્થને ઘેર આવેલા મુનિઓએ તે કાર્ય સિવાય બીજું કાંઇપણ બેલવું રોગ્ય નથી. ગુરૂમહારાજની તેવી પ્રબળ આજ્ઞા છે માટે તે સબંધમાં અમે તમને કોઇપણ ઉત્તર આપી શકીશું નહિ. વિશેષમાં અમારા
For Private and Personal Use Only