________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧૦).
નારા અને ભવિષ્યમાં પણ તેવા જ મલિન પરિણમવાળા નિરંતર :ખીયા જ રહે છે. કેટલાએક તૃણની માફક રાજ્યાદિકને ત્યાગ કરી સંયમ ગ્રહણ કરે છે ત્યારે વિશેષ મોહથી મેહિત બુદ્ધિવાળા એક ભાંગ્યા તૂટયા ભિક્ષાપાત્રને પણ ત્યાગ કરી શકતા નથી. કેટલાએક અન્ય જીવોને પ્રતિબોધ આપી ધર્મની સન્મુખ કરે છે ત્યારે કેટલાએક પાપમાં આસક્ત પોતાના આત્માને પણ વારી શકતા નથી.
ધનપાળ ! આ સર્વ શું સૂચવે છે? હું તે ચોક્કસ કહું છું કે આ સર્વ ધર્માધર્મનું ફળ પ્રત્યક્ષ દેખાવ આપે છે. જેમ આ પુન્ય, પાપનું ફળ મનુષ્યભવમાં અનુભવાય છે તેમજ દેવ, તિર્યંચ અને નારક ભૂમિમાં પણ વિવિધ પ્રકારે તે ફળ રહેલું છે. વિશેષ એટલો છે કેદેવો વિષયમાં આસકત છે, નરકીઓ વિવિધ દુઃખથી સંત છે. તિય. ચોમાં પ્રાયે કર્તવ્યાકોને વિવેક નથી ત્યારે વિચાર કરતાં એકલા મનુષ્યમાં જ જોઈએ તેવી સાનુકૂળ ધર્મ-સામગ્રીને સદ્દભાવ અને કર્તવ્યપરાયણતા રહેલી છે.
ખરેખર તે જ મનુષ્યોને જન્મ કૃતાર્થ છે કે દુર્લભ સામગ્રી મેળવીને, દઢ સમ્યકત્વપૂર્વક ચતુર્વિધ ધર્મમાં પ્રયત્ન કરે છે.
પ્રકરણ ૪૩ મું. ધનપાળ અને કિન્નરીને સંવાદ
ધર્માધર્મના પ્રત્યક્ષ ફળ.
ધનપાળ-આપનું કહેવું સર્વ યથાર્થ છે. ધર્માધર્મનાં ફળો પ્રત્યક્ષ અનુભવાય છે.
કિન્નરી–ધમધર્મનાં ફળ સંબંધી ગુરૂત્રએ એક વખત મને સુંદર દષ્ટાંત સમજાવ્યું હતું.
For Private and Personal Use Only