________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦૯)
વિના વષદમાં ભિંજાતાં આમતેમ થયા કરે છે. કેટલાક યુવાન યુવતિઓના હાવભાવ સાથે પ્રકૃલ્લિત મને આનંદની ક્રીડા કરે છે ત્યારે અન્ય કંકાસ કરનારી સ્ત્રીના દુર્વચનોની કલેશિત થઈ તેનાથી છૂટો થવા માટે આ ધ્યાન કરે છે.
કેટલાએક માથે છત્રને ધારણ કરાવતા નેકરથી નેકી પોકરાવ વતા યથેચ્છાએ ફરે છે ત્યારે અન્ય મનુષ્ય તેના જ ઉપાડેલા બેજાના ભારથી ગાત્ર (શરીર) સંકુચિત કરી તેની પાછળ દોડયા જાય છે. કેટલાએક કપૂર, કુંકુમ, કસ્તુરી, અગર આદિને કર્યાવિક્રય કરે છે ત્યારે અન્ય ધૂળ ધોવાને વ્યાપાર કરે છે. કેટલાક મણિ, રતાદિને સહજ હાથની સંજ્ઞાઓ વ્યાપાર કરે છે ત્યારે અન્ય લોઢાં પ્રમુખને કાપવા કુપવાને વ્યાપાર કરે છે. કેટલાએક સત્યમાં તત્પર રહી નિર્દોષ વસ્ત્રાદિને વ્યાપાર કરે છે ત્યારે કેટલાએક ક્રૂરતર પરિણામના કારણભૂત ખર કર્માદિકને વ્યાપાર કરી દિવસે પૂરા કરે છે. કેટલાએક નિત્ય નવીન વચ્ચે પહેરી ઉતરેલાં જૂનાં વસ્ત્ર દાનમાં આપે છે ત્યારે અન્ય રસ્તામાં પડેલા લોકોએ ફેંકી દીધેલા કકડાઓ એકઠા કરી તેનાં વસ્ત્ર પહેરે છે. કેટલાએક આભૂષણથી શરીરની શોભા કરે છે ત્યારે અન્ય શરીરમાં પડેલાં ત્રણે (છિદ્રો) ઢાંકવા પાટા બાંધે છે. કેટલાએક સ્વેચ્છાનુસાર વન, ઉધાન, કાનનાદિકમાં ફરે છે ત્યારે અન્ય પગમાં લોઢાની બેડી પહેરી બંધીખાનામાં સંડે વાઈ રહે છે. કેટલાએક અનેક મનુષ્યને વલભ થઈ તેઓ તરફથી માન પામે છે ત્યારે કેટલાએક પિતાના જ દુર્ગુણોથી લોકો તરફથી પગલે પગલે અપમાન પામે છે. કેટલાંએક સુવિનીત, સ્વજનાદિ પરિવાર સંયુકત સુખી દેખાય છે ત્યારે અન્ય ઈષ્ટ વિયાગ અને અનિષ્ટ સંગથી નિરંતર દુઃખ અનુભવે છે. પુન્યાનુબંધી પુન્યના ઉદયથી કેટલાએક બને ભવમાં સુખી હોય છે ત્યારે ૫.પાનુબંધી પાપના ઉદયથી કેટલાએકના બને ભો અથવા અનેક ભવે દુઃખમય જ હોય છે. પુન્યવાન અને ભવિષ્યમાં તેને માટે પ્રયત્ન કરનારા નિરંતર સુખમાં જ રહે છે ત્યારે પાપ કર
For Private and Personal Use Only