________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭)
કાંઈ કરી શકી નથી. હા ! હા ! મેહની પણ હદ હેવી જોઈએ. તીર્થમાં મેહ રાખવો તેની પણ હદ છે. હું ધારત તો માનવ જિંદગીમાં ઘણું કરી શકત, કારણ કે મને ત્યાં પૂર્વ જન્મનું જ્ઞાન થયું હતું. સંસાર:પરથી વિરક્તતા આવેલી હતી. જોઈએ તે ગુર્નાદિકને સમાગમ મળ્યો હતો. કોઈ પ્રકારને પ્રપંચ કે વ્યવસાય પણ મને ન હતા. શરીર પણ નિરોગી હતું. આવી વિવિધ પ્રકારની પૂર્ણ સામગ્રી હેવા છતાં હું મારું આત્મસાધન ન કરી શકી અને આ દેવની હલકી કિનરની જાતિમાં આમ તેમ ફરું છું
આ ઠેકાણે મારા મનને દિલાસો આપવાનું કે શાંતિ માનવાનું કારણ એક જ છે કે તીર્થનાં દર્શન કરી, તેનું રક્ષણ કરી, ધમ મનુષ્યોનાં વિદને દૂર કરી આ જિંદગી સફળ કરવી. તેના પ્રભાવથી ઉત્તરોત્તર મારી આમિક સ્થિતિમાં યા નિર્મળતામાં વધારો થશે અને એક વખત એ પણ આવશે કે હું મારા આત્માનું સામ્રાજ્ય પણ મેળવી શકીશ.
ભાઈ ધનપાળ ? તું ધર્માથી છે. ધર્મનું ફળ પ્રત્યક્ષ છે. જિનેશ્વરના કહેલ ધર્મમાં તારે આદર કરે, જેથી મારી માફક પશ્ચાત્તાપ કરવાને વખત તને ન આવે. ધર્મથી સર્વ વસ્તુની પ્રાપ્તિ થાય છે. મનવાંછિત સુખ પણ ધર્મથી જ મળે છે. ધર્મ કરનાર મનુષ્ય છુપી રીતે કદાચ પહાડની ગુફામાં જઈ બેસે તો ત્યાં પણ તેને મને ભિષ્ટ પ્રાપ્તિ થાય છે. મનુષ્યપણું સરખું છતાં ધમધર્મનું ફળ (સુખદુ:ખ) પ્રાણિઓ પ્રત્યક્ષ અનુભવતાં નજરે પડે છે.
ત્રણ ભુવનમાં પ્રસિદ્ધ પુરૂષને ઘેર કેટલાએક રૂપ, ગુણ સહિત જન્મ પામે છે ત્યારે બીજાઓ દુર્ભાગ્યતાથી કલંકિત દુઃખીયા પાપી કુળમાં ઉત્પન થાય છે. કેટલાએક કપુર, કસ્તુરીકાદ પારમળથી મઘમઘતા સુંદર રાજમંદિરોમાં રહે છે ત્યારે બીજાઓ માટીથી ભરપૂર જર્જરિત ભીતિવાળાં દુગંધિત ઝુંપડાઓમાં રહે છે. કેટલાએક વિવિધ પ્રકારે દાન આપી પછી ભેજન કરે છે ત્યારે કેટલાએક
For Private and Personal Use Only