________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦૬)
સુખથી નિરપેક્ષ બનશે, તેનાથી તમને કંટાળો આવશે, પાસે આવ્યા છતાં તે સગાને ફેંકી દેવાને ઇચ્છશે અને કોઈ પણું કાળમાં તે સુખ વૈભવની તમને ઈચ્છા નહિં જ થાય એવી જ્યારે તમારી દશાપ્રગટ થશે ત્યારે જ તમને મહાન આત્મિક સુખવાળું મેક્ષ મળશે. આ પ્રમાણે નિર્ણિત છે તે પછી આ માયિક પ્રપંચથી ભરેલા, સંગ, વિયોગવાળા સંબંધની કે આધિ, વ્યાધિ, ઉપાધિથી ભરપૂર દુનિયાના સુખની ઇચ્છા ન કરે. તે તો સ્વાભાવિક જ મળી આવશે. મૂળ ઉદ્દે કર્મક્ષયને જ લક્ષમાં રાખી કાંઈ પણ શુભ ક્રિયા કરે. પરિણામ સારું જ આવશે.
રાજપુત્ર ચંપકલતાએ નિયાણું કરી આયુષ્ય પૂર્ણ થતાં આ દેહને ત્યાગ કર્યો. જિનપૂજાદિ પુન્ય કર્મના સંયોગે અને કરેલ નિયાણાના હેતુથી કિન્નર જાતિના વ્યંતર દેવનિકાયમાં કિન્નરીપણે ઉત્પન થઈ, અંતમુહૂર્તમાં પર્યાતિભાવને પામી અહીં ઉત્પન્ન જવાનું કારણ તપાસતાં અવધિજ્ઞાનના બળથી પિતાને પાછો જન્મ દીઠે. તીર્થ પરના સ્નેહથી તે ભરૂચમાં આવી, મુનિસુવ્રતસ્વામીની મહાન વિભૂતિએ પુષ્પાદિથી વિવિધ પ્રકારે પૂજા કરવા લાગી. તીર્થ ઉપરના મે હથી ભારતવર્ષમાં તીર્થાધિષ્ઠાત પણે ભોગવવા લાગી. આજે ગિરનારના પહાડ ઉપર નેમનાથ પ્રભુને વંદન કરવા નિમિત્તે મારૂં અહીં આગમન થયું છે. તે ચંપકલતા અને તેનાથી પાછલા ભવની ધાવમાતાનો જીવ તે હું જ કિનારી છું.
સ્વધર્મી બંધુ ! પદ્મા ધાત્રીના ભવથી મારું સવિસ્તર કથાનક મેં તને (મિત્ર સહિતને) સંભળાવી આપ્યું છે. તે તો મારું ચરિત્ર પૂછયું હતું, પણ સુદર્શનાના સંબંધ સાથે મારું ચરિત્ર ગુંથાયેલું હોવાથી પ્રસંગોપાત રાજપુત્રી સુદર્શના દેવીનું ચરિત્ર પણ મેં તમને જણાવ્યું છે. મને ખેદ માત્ર એટલો જ છે કે,-સુદર્શના દેવીના મોહથી હું મારા મનુષ્યપણાથી ભ્રષ્ટ થઈ છું. જે મનુ જિંદગીમાં મેક્ષ, પર્યંતનાં સાધને મનુષ્યો કરી શકે છે તેવા ઉત્તમ માનવભવમાં હું
For Private and Personal Use Only