________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦૫)
અહા ! મેહનું કેટલું બધું જોર? જેને લઇને સંસારથી વિરતતા ભોગવનાર જાતિસ્મરણ જ્ઞાનધારક પણ આ પ્રમાણે મુંઝાય છે તો અન્ય અજ્ઞાની જનો માટે તે કહેવું જ શું?
કેટલાંએક નિમિત્તે કારણથી પિતાનું આયુષ્ય અલ્પ જાણી (મરણ નજીક આવેલું જાણું) ચંપકલતા આ પ્રમાણે ચિંતવવા લાગી. “ આ જિનપૂજારૂપ ધર્મક્રિયાનું ભવાંતરમાં બદલે આપનાર કાંઈ પણ ફળ મળતું હોય તે તે પુન્યના પ્રભાવથી આ સમળીવિહાર તીર્થમાં દેવીપણે મારું ઉત્પન્ન થવાપણું થજે, જેથી સુદર્શના દેવીને મને વારંવાર મેળાપ થાય.”
અહા ! અવિવેકીતા ? મોતનું કેટલું બધું પ્રબળ જોર ? ઇચ્છિત ફળ આપનાર જિનપૂજન અને માનવ જિંદગી તેને આ ઉપગ? કરેલ કર્તવ્ય અવશ્ય ફળ આપવાનાં જ છે તે પછી આવું નિયાણું કરવાની શી જરૂર ? ધર્મક્રિયા કરીને ફળ માંગવારૂપ નિયાણું કરવાની વારંવાર જ્ઞાની પુરૂષો મન કરે છે. એટલું જ નહિ પણ આશંસાપૂર્વક ધર્મક્રિયા કરવાની મનાઈ પણ કરે છે. નિરીહભાવે ક્રિયા કરો. જેવું જોઈએ તેવું મળી આવશે. પણ લાખોની મહેનત કરી કેડીની માંગણી શા માટે કરવી ? ખેડૂતે અનાજ માટે જ બી વાવે છે તથાપિ ઘાસ, ચારો વિગેરે સ્વાભાવિક જ થાય છે. તેને માટે પ્રાર્થના કરવાની જરૂર રહેતી નથી. તેવી જ રીતે કર્મક્ષય કરવાના મુખ્ય ઉદ્દેશથી જ ક્રિયા કરવી જોઈએ, તો પછી ઘાસ-ચારાની માફક દુનિયાના ઇચ્છિત સંગે સ્વાભાવિક જ મળી આવશે. મહાપુરૂષે કહે છે કેસત્તામાં રહેલું કર્મ વિપાકે ભોગવવા લાયક જ્યાં સુધી રહેલું છે ત્યાં રસધી તે ભોગવ્યા સિવાય તમને જોર કરીને કઈ પણ મોક્ષમાં લઈ જનાર કે સ્વાભાવિક મેક્ષમાં જઈ પડે તેમ નથી જ તો પછી દુનિયાંના સ્વલ્પ સુખના ઉપભોગ માટે મોક્ષસુખથી તમે શા માટે કરો છે ? કે તેવી ઉત્તમ ધાર્મિક ક્રિયા કરીને પૌદ્ગલિક સુખની કે અનુકૂળ સંયોગેની કાં માંગણી કરે છે ? જ્યારે તમે આ દુનિયાના સર્વ
For Private and Personal Use Only