________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦૩) -વસ્ત્ર, પાત્ર અને શવ્યા–મુકામ એ ચારે શાક્ત વિધિએ નિર્દોષ હેય તેનું આસેવન કરવું.
અકિંચન વિવિધ પ્રકારને જે પરિગ્રહ કહેવાય છે તે સને ત્યાગ કરે. ધર્મોપકરણો તે પણ મમત્વ ભાવ વિના ધર્મના પરંભ (આધાર) માટે જરૂર જેટલાં જ અર્થાત મર્યાદા પ્રમાણે રાખવાં.
બ્રહ્મચર્ય-દારિક મનુષ્ય અને તિર્યંચ સંબંધી, ક્રિય દેવ સંબંધી આ બંને પ્રકારના વિષયને મન, વચન, શરીરથી કરવા, કરાવવા અને અનુદન કરવારૂપે ત્યાગ કરવો તે બ્રહ્મચર્ય છે.
મહસેન મુનિ ! પ્રમાદને ત્યાગ કરી, આ દશ પ્રકારને શ્રમણ ધર્મ તમે યાવત છવપર્યત પાળજે. શાશ્વત સુખ-પ્રાપ્તિની તમારી અભિલાષા આ અનુક્રમે વર્તન કરવાથી પૂર્ણ થશે.
ગુરુમુખથી ધર્મશિક્ષા સાંભળી, મલસેન મુનિએ હાથ જોડી નમ્રતાથી તે શિક્ષાને સ્વીકાર કરી, પિતાને આનંદ પ્રદર્શિત કર્યો,
ગુશ્રીના મુખથી સુદર્શના, વિજયકુમાર, શીળવતી, ચંગ અને મહસેન આદિ ઉત્તમ મનુષ્યનાં સંવેગ ઉત્પન્ન કરનાર અનેક ચરિત્રે સાંભળી ચંપકલતા સંવેગ પામી, પૂર્વજન્મના પિતાના પુત્ર અથવા આ જન્મના વચનથી અંગીકાર કરેલ પતિના મેળાપથી અને તેના ચારિત્ર આદરવાથી વિશેષ પ્રકારે ચંપકલતાને આનંદ અને વૈરાગ્ય થયો પણ ધાત્રી સ્નેહ દુખે મરી શકાય તે તેને ભાસ્યો. સુદર્શના દેવી ઉપર મોહ તેનાથી મૂકાયો નહિ અને તેથી ચારિત્ર લેવામાં તેને ઉત્સાહ ન વળે. ખરી વાત છે. મોહને પડદો ભેદાયા સિવાય આત્મપ્રકાશનાં દર્શન ન જ થાય. પિતાને કૃતાર્થ માનતી ચંપક્વતા ગુરૂવર્યને તથા મહસેન મુનિને નમસ્કાર કરી પૂર્વજન્મના સુદર્શનાના બનાવરાવેલા સમળીવિહાર નામના મુનિસુવ્રતસ્વામીના મંદિરમાં દર્શન કરવા અર્થે પાદુકા પર આરૂઢ થઈ વિમળ પર્વતથી આકાશમાર્ગે ભરૂચ્ચ તરફ ચાલી ગઈ.
For Private and Personal Use Only