________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦૧)
સમુદ્ર અનેક સરિતાઓના નીરથી પૂર્ણ થતું નથી. ગમે તેટલાં ઈધણુઓ હેમવામાં આવે તથાપિ અગ્નિ શાંત થતો નથી. તેમ આ વિષયોને અનેક વાર ઉપભોગ લીધે હાથ તથાપિ આ જીવની તેનાથી તપ્તિ થતી નથી, તેનાથી શાંતિ મળતી નથી. પણ કોઈ વખત જાણે તે વિવ ન મળ્યા હોય તેમ અતિ અભિલાષાથી નિર્લજી થઈને વારંવાર તે તરફ મનુષ્યો પ્રવૃત્તિ કરે છે. હિતકારી વચને નહિં સાંભળનાર બહેરો જ છે, અકાર્યમાં આસક્ત પુરૂષ દેખતાં છતાં જન્માંધ છે. જરૂરીયાતી પ્રસંગે મન પકડનાર મુંગે છે. તેમજ ધર્મમાં ઉધમ નહિ કરનાર પગે ચાલવા છતાં પાંગળો જ છે. કેમકે તે પિતાના ઇષ્ટ-સુખ દાયક સ્થળે પહોંચી શકવાને નથી. - મહસેન ! દુનિયાના વિષયની અસારતા તને બરાબર સમજાઈ હેય અને દુર્લભ માનવજિંદગીને સફળ કરી નિરંતરને માટે સુખી થવાની તારી પ્રબળ ઈચ્છા હોય તો, તારે ચારિત્ર ગ્રહણ કરવું અગ્ય છે.
યાદિ વિવિધ પ્રકારે ચંડસન મુનિની ધર્મદેશના સાંભળી જાતિસ્મરણધારક મહસેન રાજા સંસાવાસથી વિરકત થયે. અને તે જ સશુની સમીપે, તત્કાળ તેણે ચારિત્રને સ્વીકાર કર્યો.
નવીન મુનિને ઉત્સાહ પમાડવા અને ધર્મશિક્ષા આપવા ગુરુએ કહ્યું. મહાભાગ્ય ધન્ય છે તમને. મનુષ્યભવનું ઉત્તમ ફળ તમે ગ્રહણ કર્યું છે. આ પ્રમણ ધર્મમાં સાવધાનતાથી વર્તન કરવાનું છે. તેથી જ આત્મધર્મ પ્રકટ થશે. આ પ્રમાણુ ધર્મનું સ્વરૂપ આ પ્રમાણે છે અર્થાત આ ધર્મમાં આ પ્રમાણે તમારે વિશેષ પ્રકારે વર્તન કરવું. આ
ક્ષમા-દુખ આપનાર કે નિંદા કરનાર પાપી મનુષ્યથી પિતાને પરાભવ થતો દેખી તમારે આ પ્રમાણે વિચારવું કે “આ મારાં કરેલ ફર્મનું જ ફળ છે. સમપરિણામે સહન કરતાં મારાં કર્મની નિર્જરા થશે.” ઇત્યાદિ વિચાર કરી, ક્રોધ ન કરતાં કે શિક્ષા આપવાનું
For Private and Personal Use Only