________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૯૯)
ળતાએ પ્રવેશ કર્યો છે, કુલીને માં પણ કુશીલતાને પ્રવેશ થયો છે. સારભૂત ફૂલ, ફળ, પલવાળી વનસ્પતિ સ્વલ્પ દેખાય છે. વરસાદ જોઈએ તે વરસ નથી. અનાજ થોડું પાકે છે, વારંવાર દુષ્કાળ આવી પડે છે. લોકોમાં રોગને વધારો થયો છે. આ ભયંકર કવિકાળ આજકાલ વર્તાઈ રહ્યો છે.
આ કલિકાળને, અતિ જડતાવાળા વર્ષાકાળની શોભા દૂર કરનાર અને જડતાની વૃદ્ધિ કરનાર શિશિર ઋતુની, કે પ્રચંડકર કિરણેથી પ્રજાને સંતાપ કરનાર ગ્રીષ્મ ઋતુની, જેટલી ઉપમા આપીએ તેટલી ઓછી છે, કેમકે વિનયહીન, નિર્લજ્જ, દુરશીલ, ગુરુવર્ગને પ્રતિપક્ષી અને અન્યાયમાં તત્પર મનુષ્યને મોટે ભાગે આ કલિકાળમાં જણાય છે.
આવા ભયંકર કલિકાળમાં ગુણેને સમુદાય ગળી જાય છે અને ધર્મબુદ્ધિને દૂર કરી લેક પાપકાર્યમાં પ્રવૃત્તિ કરે છે. મહાવીર દેવના નિર્વાણુને હજી છેડા જ વર્ષો થયાં છે. તેટલા વખતમાં આ વિષમ કાળની સ્થિતિમાં મહાન ફેરફાર થઈ ગયા છે. એટલું છતાં કેટલાએક યોગ્ય છે, ન્યાયથી ઉત્પન્ન કરેલા દ્રવ્યનો સદ્વ્યય કરનાર જોવામાં આવે છે. ન્યાયપાજિત દ્રવ્યમાંથી ભકિતપૂર્વક જિનમંદિરે બંધાવે છે. સંસારથી ભય પામનારા છ શ્રેયાર્થે આજ પણ જિનબિંબ ભરાવે છે. વિવિધ પ્રકારે પૂજ, સ્નાત્ર, યાત્રા, મહેચ્છવાદિ તીર્થોન્નતિ કરે છે. મુનિઓને અનેક પ્રકારે દાન આપે છે.
કાળને દોષ કેટલેક પ્રકારે દેખાય પણ છે. તથા સર્વથા આ કાળમાં લોકો ભ્રષ્ટ થયા છે અને ધર્માદિ નથી જ તેમ તે ન જ કહી શકાય, કેમકે ભવભયથી ભય પામનાર કેટલાએક છે આજ પણ પુત્ર, કલત્ર અને રાજ્યાદિ ઋદ્ધિને ત્યાગ કરી ચારિત્ર લે છે. કદાગ્રહને મૂકી યથાશક્તિ આગમ પ્રમાણે બુન, ચારિત્રમાં પ્રયત્ન કરી રહ્યા છે. આજ પણ અંગીકાર કરેલ પ્રતિજ્ઞાને પાર પામનાર અનેક મહાપુરુષો જોવામાં આવે છે. તપથી શરીરને શાષવનાર, સ્વલ્પ કષાયવાળા અને જિતેંદ્રિય મુનિઓ આજ પશું જોવામાં આવે છે. વ્રતસંપન,
For Private and Personal Use Only