________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦૦)
છ જીવનકાયનું રક્ષણ કરનાર, દયાળુ, ક્ષમાવાન, તપસ્વી, શીયળવાન, નિયમધારી ઇત્યાદિ અનેક સગુણસંપન્ન મહાત્માઓ દેખાય છે, કેવળ દુષમકાળને દોષ આપી, ધર્મમાં શિથિલ થવું ન જોઈએ. આજ પણ ધર્મ જગતમાં વિજયવંત છે. - વિશેષ એટલો છે કે, મનુષ્યએ પ્રથમ પોતાના આત્માની તુલના કરીને કોઈપણ સાહસ કરવું જોઈએ. બાકી ધર્મક્રિયાઓ તે છેવટમાં પાંચમા આરાને અંતે થનાર દુપસહસર પર્યત અનવચ્છિન્ન ચાલનાર છે.
દૂષમકાળમાં પણ સારી રીતે આચરણ કરેલા તપ, સંયમાદિથી એકાવતારીપણું પણ મેળવી શકાય છે.
મહસેન ! જો સારી રીતે વિચાર કરીશ તો જરૂર આ મનુષ્યનું બળ અને જીવિત, ગ્રીષ્મઋતુના ઉષ્ણ તાપથી આક્રમિત થયેલાં કમળ દેહવાળાં પંખીઓની સમાન જલદી નાશ પામે તેવું જણાશે. વિધુતલતાની માફક ચપળ અને ક્ષણવારમાં દષ્ટનણ સરખી સંપત્તિ યા લક્ષ્મી લાગશે. કદલીગભ સમાન આ અસાર દેહ અનેક પ્રકારના વ્યાધિના ઘરસમાન જણાશે. પહાડ પરથી વહન થતી સરિતાના (નદીના પ્રવાહતુલ્ય અતિશય તરલ યૌવન અવસ્થા, શરદઋતુના અબ્રટિલતુલ્ય સંપત્તિ, ઈન્દ્રધનુષની માફક ડે વખત ટકી રહેનારી લાવણ્યતા, પ્રિયસમાગમનું સ્વપ્ન સમાન સુખ, હાથીના કાન સમાન બળની ચપળતા, કુશાગ્ર પર રહેલા જળબિંદુ સમાન અધર્યની સાહ્યબી, પવનથી આંદલિત કરાતા ધ્વજ પટ્ટની માફક શરીરની ક્ષણભંગુરતા, વૃક્ષ પર આવી વસેલા પક્ષીઓના નિવાસતુલ્ય કુટુંબવાસની સહજ વિયેગશીળતા, અને વ્યવહારીના રીણસમાન કુટુંબનું પોષણ ઇત્યાદિ સર્વવસ્તુઓનો અનુભવ વિચાર દષ્ટિથી જોતાં) તને અસાર અને અશાશ્વત અનુભવાશે તેમજ મુખ મધુર હાઈ પરિણામે દારૂણ જણાશે. અને છે પણ તેમજ તો આ દુઃખદાયી વિષયસુખનો ત્યાગ કરે તે તમને આત્મય માટે એગ્ય છે.
For Private and Personal Use Only