________________
Shri Mahavir Jain Aradhana Kendra
:
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૯૭ )
પુત્રપણે ઉત્પન્ન થાય છે. પિતા પુત્ર થાય છે. પુત્ર પિતા થાય છે. માતા સ્ત્રી થાય છે. સ્ત્રી માતા થાય છે. સ્ત્રી મેન થાય છે. પુત્રી થાય છે. પુત્રી સ્ત્રી થાય છે. મિત્ર શત્રુ થાય છે. શત્રુ મિત્ર થાય છે. વૈીબંધુ
ચાય છે. મધવ વેરી થાય છે. નેકર રાજા થાય છે. રા નેાકર થાય. છે માટે હે રાજા ! વિષાદ નદ્ધિ કર.
અજ્ઞાનદોષથી આવું અકાય. મનુષ્યાથી થઈ જય છે તેમાં કાંઈ નવાઈ નથી. હમણાં વળી કલિકાળની શરૂઆત થઈ ચૂકી છે. મનુષ્યેાના હૃદયે। કલિકાળના કલંક પકથી કલુષિત થયાં છે. અજ્ઞાનઅધકારથી વિવેકનેત્રા આચ્છાદિત થયાં છે. જીવ મેહથી માહિત થયા છે. દ રૂપ સર્પથી ડસાયેલા છે. મિથ્યાત્વરૂપ વિષમ વિષથી ઘેરાય છે. ક્રોધાશિથી બળી રહ્યા છે. માનગિરિથી દબાયેલા છે. માયારૂપ વિષવલ્લીના પવનથી વિષુરિત થયા છે. ધનમાં આસક્તિરૂપ અતુચ્છ મૂર્છામાં મુદ્રિત થયા છે. લાભ સમુદ્રમાં ડૂબ્યા છે. ક્રૂર કુચાહરૂપ ચાહથી ગ્રસીત થયેલા છે. આ વાત રમષ્ક્રિય વિષયાભિલાષના આવત્ત'માં પરિભ્રમણુ. કરે છે. દુષ્ટ અભિનિવેશ અને ક્લિષ્ટ પરિણામમાં ખુંચ્યા છે. આવા રૌદ્ર કલિકાળમાં પ્રાણીએ! અકાય તરફ પ્રવૃત્તિ કરે તે શું આશ્રયજનક છે? અર્થાત્ નથી જ.
સન્નિપાતિક જ્વરવાળાને દઉં, દૂધનુ પાન અહિતકર છે. પિત્ત વરવાળાને અગ્નિ કે તાપનું સેવન અહિતકારી છે તેમ આ ઇંદ્રિયજન્મ વિષયે। આત્મહિતના ઇચ્છકને અહિતકારી છે. વિષયસુખ અતિ વિરસ છે. પામાની ખરજ માફ્ક વર્ત્તમાનકાળે સુખ આપે છે . પણ તેનું પરિણુામ દારૂ છે, ક્રિપાક તરુનાં મૂળાની માફક વિષયસ'ગનું પરિામ દુ:ખમય જ આવે છે. સેકડગમે ભવાની પરંપરામાં દુ:ખના હેતુરૂપ થાય છે માટે તેને ત્યાગ કરી આત્મગુણુ પ્રગટ કરવે જોઇએ.
મહુસેન ! વસા, માંસ, રુધિર, મૂત્ર, વિષ્ટા, શુક્ર અને દુર્ગંધી મળેાના સમુદાયથી આ શરીર ભરપૂર છે. ચર્મ અને હાડથી ભરેલું છે સ્નાયુથી વીંટાયેલુ છે. પ્રતિદિન શુશ્રુષા કરવાથી જ શોભા આપે
For Private and Personal Use Only