________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૯૦)
પર્યટન કરવારૂપ અત્યંત દુઃખમય આવે છે. આત્મા જ પોતાનો મિત્ર અને શત્રુ છે. સન્માર્ગ તરફ પ્રવૃત્તિ કરતાં મિત્રની માફક સુખરૂપ નિવડે છે અને અસતમાર્ગ તરફ ગમન કરતાં શત્રુની માફક દુઃખદાયી નિવડે છે. દુર્ગુણોને ત્યાગ કરી આત્મગુણમાં આદર કરો. તમારે સુખી થવું જ છે તે પછી સત્ય કાર્ય કરવા માટે ભાવીકાળની વાટ શા માટે જુવો છો ? આત્માને ઊંચી સ્થિતિમાં લાવી સુખી થવું હોય તે આ ગુણો અવશ્ય તમે મેળવે.
જિનેશ્વરોએ કહેલા છવાછવાદિ પદાર્થોના નિત્યનિત્યપણાનો નિશ્ચય કરી, આત્માની અસ્તિતા (હૈયાતિ) માટે નિઃશંક બનો અર્થાત્ આત્મા અવશ્ય છે તે બાબતમાં શંકા ન કરે. ૧. વિવિધ દુઃખી. થતાં પ્રાણીઓને દેખી, દ્રવ્ય, ભાવ કરુણદષ્ટિ વડે તેઓને ઉપકાર કરો. તેઓનાં દુઃખ એાછાં થાય તેમ તેઓને યથાશક્તિ મદદ આપો. ૨. દેવ, માનવ, તિર્યંચ અને નરક, આ ચારે ગતિઓમાં ઓછું કે વધારે પણ દુઃખ છે જ. તે દુઃખથી ઉદ્વેજીત થાઓ અને તે દુઃખ શાંત કરવા માટે ધર્મકાર્યમાં ઉધમ કરે. ૩. દેવ, મનુષ્યનાં ઉત્તમ સુખ પણ અનિત્ય અને વિયેગશીલ છે, પરિણામ દુઃખરૂપ છે તેમ જાણી તે સુખની ઉપેક્ષા કરી, નિત્ય, શાશ્વત, આનંદમય નિર્વાણસુખની અભિલાષા રાખે. ૪. રાગ દ્વેષની વિભાવ પરિણતિથી ઉત્પન્ન થતા કર્મવિપાક દુખમય છે, તેનાથી મહાન અનિષ્ટ દુઃખ વેદવાં પડે છે. એમ જાણ કઈ વખત અનુકૂળ કે પ્રતિકૂળ પ્રસંગમાં રાગ, દ્વેષ યા હર્ષ, શેક ન કરે. દોષપાત્ર છ પર પણ દયા-અનુકંપા કરે. તેમ ન રહે તે ઉપેક્ષા કરો. ૫. ગુણ મનુષ્યોને દેખી ગુણનુરાગથી તમારે આનંદિત થવું. સ્વધર્મીઓનું વિશેષ પ્રકારે હિત કરવું. સર્વ જવે ઉપર કરણા-બુદ્ધિ રાખવી. અરિહંત, સિદ્ધ, પ્રવચન, ગુરુ, વિરા અને બહુશ્રુતાદિક સાથે વિનયપૂર્વક બહુમાનની લાગણીથી જેવું અને વર્તવું. યૌવન, લક્ષ્મી આદિને ક્ષણભંગુર જાણું બનતા પ્રયત્ન તેને સદુપયોગ કરે
For Private and Personal Use Only