________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨)
પામે છે. સફદ્ધાન નિશ્ચય કરવા માટે મિથ્યાત્વ પણ જાણવું જોઈએ. દોષ જાણ્યા સિવાય ગુણને સંગ્રહ કેવી રીતે કરી શકાય ? લાખો ભો ભમતાં પણ જે દુઃખે મેળવી શકાય તેવું નિર્મળ સમ્યકત્વ પામીને કેટલાએક મૂઢ પ્રાણીઓ વ્યંતર, ગ્રહ, ગોત્ર દેવતા અને પિતએ વિગેરેનું તાર્ય, તાર્યક બુદ્ધિથી કે સુખાદિ પ્રાપ્તિની આશાથી, પૂજન વિગેરે કરી સમ્યફવરત્ન હારી જાય છે. પોતાની શક્તિ છતાં શ્રી શ્રમણ સંધને માથે આવેલા દુઃખની ઉપેક્ષા કરવી નહિ. તેમ કરવાથી-ગુણીઓને મદદ કરવામાં શકિત ગોપવવાથી સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે અથવા નવીન ગુણ મેળવી શકાતો નથી. જે કુટુંબને માલીક મિથ્યાત્વ અંગીકાર કરે છે યા દુરાચરણમાં પ્રવૃત્તિ કરે છે. તે પોતાની નિશ્રામાં રહેલા પોતાના આખા વંશને સંસાર સમુદ્રમાં ફેંકી દેવાનું કરે છે, કારણ કે તેના વંશમાં ઉત્પન્ન થનારા મનુષ્યોને મોટે ભાગે તેને પગલે પ્રાયે ચાલે છે. અગ્નિ, ઝેર અને સર્વાદિ કર પ્રાણીઓ પણ તેવા દેશે કે તેવું નુકશાન નથી કરતા કે જેવા દોષો નુકશાન કે દુઃખ, મિથ્યાત્વના આદરવાથી મનુષ્યને અનુભવવાં પડે છે. મિથ્યાત્વથી મૂઢ થયેલા લોકો ચાર ગતિમાં છેદન, ભેદન, તાડન, તર્જનાદિ વિવિધ પ્રકારનાં દુઃખને અનુભવ કરે છે. આ જ કારણથી સમ્યવરનના શુદ્ધિ માટે, સુમતિમાં પ્રતિકૂળ મિથ્યાત્વને પ્રયત્નપૂર્વક ત્યાગ કરે.
મોક્ષનું એક અંગ છે, એક અંગથી સંપૂર્ણ કાર્યસિદ્ધિ થતી નથી, માટે સમ્યકત્વ મેળવ્યા પછી સર્વ સંગના ત્યાગરૂપ ચારિત્ર યાને સર્વવિરતિ અંગીકાર કરવી જોઈએ. સર્વસંગ-ત્યાગ કરવાથી જ સંપૂર્ણ કર્મને ત્યાગ બની શકે છે. સર્વસંગ-ત્યાગ મહાસત્યવાન જીવ જ કરી શકે છે.
ચંડવેગ ! તું ક્ષત્રિય વંશમાં ઉત્પન્ન થયેલો છે. મહાસવાન, છે. પુન્ય પાપને જાણનાર છે. સંસારના સ્વભાવને તને અનુભવ છે. જાતિસ્મરણજ્ઞાન તને થએલું છે. પૂર્વ જન્મ સંબંધી સુખ દુખને
For Private and Personal Use Only