________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮૯). “ઉદ્ધાર કર્યો. બહેને જે તે તારા જેવી જ હેજે. સ્નેહીઓ હે તો તારાં જેવાં જ હજો વહાલાંઓને મેળાપ હે તો તારા જેવાંઓને જ હેજો. સ્નેહીઓ, વહાલાઓ કે બહેને તે જ કે ત્રિવિધ તાપથી તપેલાં સ્નેહીઓને ઉદ્ધાર કરે. શું વિષયની ખાડમાં નાખનારાં સ્નેહીઓ કહેવાય કે ? નહિં જ. તેઓ ખરેખર અહિત કરનારાં, ભવોભવમાં રેલાવનાર ગુપ્ત શત્રુઓ છે.
બહેન ! જેમ તેં મને જાગૃત કર્યો, તેમ ધમ પણ તું જ બતાવ-સંભળાવ.
આ અવસરે ભવ્ય જીને પ્રતિબોધ આપતા વીરપ્રભુ. શત્રુંજય પર્વત પર આવી સમવસર્યા હતા. વીરભુને વિહાર અવધિજ્ઞાનથી જાણું ચંડ વેગને સાથે લઈ સુદર્શના દેવી પરિવાર સહિત ત્યાં ગઈ. ત્રણ પ્રદક્ષિણા કરી ભકિતપૂર્વક તેઓ વીર પ્રભુની સ્તુતિ કરવા લાગ્યાં.
હે નાથ ! શરણાગતવત્સલ ! કૃપાળુ દેવ ! ભવભયથી ત્રાસ પામતા ભવ્ય જીવોનો ઉદ્ધાર કરનાર ! તું આ જગતમાં જયવંત રહે. દુર્ગતિનાં દ્વાર બંધ કરનાર અને મોક્ષનાં દ્વાર ખુલ્લાં કરનાર, નિર્વાણ નગરના માર્ગમાં પ્રદીપ તુલ્ય તું જ છે. હે પ્રભુ ! અમારા પર તું એ અનુગ્રહ કર કે, સંસાર પરિભ્રમણ બંધ કરી અમે સદાને માટે પરમ શાંતિમાં રહીએ.
ઇત્યાદિ સ્તુતિ કરી, સર્વે યથાયોગ્ય સ્થાને બેસી, તે મહાપ્રભુના મુખથી નીકળતી ધર્મદેશના સાંભળવા લાગ્યા.
વીરભગવાને તેઓને કહ્યું. મહાનુભાવો ! આ માનવજ દગો ચુલા અને પાસા પ્રમુખ દશ દષ્ટાંતે પ્રાપ્ત થવી દુર્લભ છે. તે તમારામાંથી ચંડ વેગને મળી ચૂકી છે. જ્ઞાનમય યાને વિવેકવાળી જિંદગી વિશેષ દુર્લન છે. તે મેળવીને સમ્યમ્ દર્શન દિ આત્મગુણ પ્રગટ કરી, નિરંતરના માટે જન્મ, મરણને જલાંજલી આપવી જોઈએ. સમ્ય દર્શન પ્રાપ્ત થવા છતાં, પ્રમાદી છો તેને અનાદર કરી વિષયાદિકમાં આસન બને છે. તેનું પરિણામ અનંતકાળપર્યત સંસારચક્રમાં
For Private and Personal Use Only