________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮)
મારા મનમાં એક જ વિચાર આવે છે કે કુળકમથી ચાલતા આવેલા નાસ્તિકવાદનો હું કેમ ત્યાગ કરું?
ગુરૂએ કહ્યું રાજન્ ! વિવેકી મનુષ્યોને તેને ત્યાગ કરવો કાંઇ પણ મુશ્કેલ નથી. વંશપરંપરાથી ચાલતો આવેલો દરિદ્રપણાનો કે વ્યાધિને શું મનુષ્યો ત્યાગ નથી કરતા! અવશ્ય કરે છેજ.
હે રાજ! જે તું આ નાસ્તિકવાદને ત્યાગ જાણવા છતાં પણ નહિં કરે છે, પિલા કદાગ્રહી ભૂખ વણિકની માફક તું પણ દુખી જ થઈશ.
રાજા–પ્રભુ! તે મૂર્ખ વણિક કેવી રીતે દુઃખી થયો?
ગુરૂએ કહ્યું. રાજા! સાવધાન થઈને સાંભળ. કેટલાએક વણિક ધન કમાવા નિમિત્તે પરદેશ જતા હતા. તે લોઢાની ખાણ તેમના દેખવામાં આવી. તેઓએ ઊપાડી શકાયું તેટલું લોઢું ઊપાડયું. આગળ ચાલતાં રૂપાની ખાણ દેખી. એટલે ઊપાડેલું લોઢું ફેંજ, દઈ તે ખાણમાંથી રૂ૫ ઊપાડી લીધુ. આગળ ચાલતાં સોનાની ખાણ તેમના દેખવામાં આવી. એટલે રૂપું ફેકી દઈ ઊપાડાય તેટલું સોનું ઉપાડી લીધું છેવટે તેમને રત્નની ખાણ મળી આવી, ત્યારે સોનું મૂકી દઈ રને ભરી લીધાં.
આ સમુદાયમાં એક મૂખ અને કદાગ્રહી વણિક હતા. તેણે આ સર્વ પ્રસંગમાં પ્રથમ ઊપાડેલ લેઢાને ત્યાગ ન જ કર્યો. તેના મિત્રએ તેને ઘણું સમજાવ્યું. પણ તે કદાગ્રહી ઊલટ તેઓને ઠપકો આપવા લાગ્યો કે તમે અનવસ્થિત પરિણામવાળા છે. અંગકાર કરેલ વસ્વને નિર્વાહ બરોબર કરવો જોઈએ. સારું દેખી ઇતરનો ત્યાગ કરી યોગ્ય નથી વિગેરે. આટલા દિવસ મહેનત કરી ઉપાડેલું લોઢું હું કેમ ફેંકી દઉં! ઈત્યાદિ કહી તે લોઢું ઊપાડી બીજા વણિકો સાથે તે પોતાના શહેરમાં આવ્યું. અન્ય વણિકોએ રન વેચી નાંખ્યા તેઓ ઘણું ધનાઢય થયા. તે દ્રવ્યથી વિવિધ પ્રકારે ઈદ્રિયજય સુખને ઉપભોગ કરવા લાગ્યા. પેલા કદાગ્રહી વણિકે લોઢું વેચ્યું તેની સ્વલ્પ કીમત
For Private and Personal Use Only