________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬૦)
તેને મિત્રતા હતી. તેની સોબતથી વીતરાગ ધમ ઉપર તેની સહેજે લાગણી થઇ હતી. દાન અને વિનયની લાગણી તેનામાં વિશેષ પ્રગટી નીકળી હતી. તે સાગરદત્તે તે જ શહેરમાં પૂવે એક શિવાયતન (શિવનું મંદિર) બંધાવ્યું હતું. તેની પૂજા નિમિત્તો કેટલુંક દ્રવ્ય આપી શૈવભકતોને રાખ્યા હતા.
એક દિવસે તે શ્રેષ્ઠી પિતાના મિત્ર જિનધર્મ સાથે મુનિએની પાસે ગયો. તેમને વંદન કરી ઉચિત સ્થાને બેઠા. એ અવસરે ગુશ્રી ધર્મોપદેશ આપતા હતા. તેમાં ગૃહરાને લાયક દાનાદિ ધર્મનું વર્ણન કર્યા પછી, “જો ફિ નિગદ' જે માણસ રાગ દ્વેષ મોહાદિરહિત વીતરાગદેવનું મંદિર બંધાવે છે, તે મનુષને અન્ય જન્મમાં પણ ધર્મપ્રાપ્તિ સુલભ થાય છે. વિગેરે ગૃહસ્થ ધર્મ સંબંધી વર્ણન કર્યું. તે સાંભળી, તે વચનોની વારંવાર રટના કરતા સાગરદત્ત શ્રેણી વિચાર કરવા લાગ્યા કે-આ મંદિર બંધાવવાનું કામ તે હું કરી શકું તેમ છું. તે સામર્થ્ય મારામાં છે. મંદિરમાં દર્શન કરી, શુભભાવના ભાવી કે સ્તવના કરી અનેક જી પિતાના આત્માને શુભ માર્ગમાં જોડે તો તેનું નિમિત્ત કારણ તો હું જ થાઉં ને ? તેમાંથી મને ફાયદો કે લાભ તો મળે જ, કારણ કે કરેલું કાર્ય નિષ્ફળ હોતું નથી. વળી મહાપુરૂષો ઉપર ગુણાનુરાગ પણ કર્યો કહેવાય અને આ ગુણાનુરાગીપણાથી તે તે ધાર્મિક ગુણેની પ્ર પ્તિ પણ સુલભ જ થાય ઈત્યાદિ વિચાર કરતો અને પિતાને ધન્ય મનતે છોછી ઘેર આવ્યો. પિતાના મિત્રની સલાહ લઈ તેના કહેવા -માણે તેણે એક રમણિક જિનમંદિર બંધાવ્યું, અને તે મંદિરમાં જિનબિંબનું પ્રતિષ્ઠાન કરાવ્યું.
થોડા વખત પછી સમસ્ત મુસ્થિત જનને કાર્થના કરનાર શિશિર ઋતુની (શીયાળાની) શરૂઆત થઈ, જેમાં મચકુંદના પુષે પ્રફુલ્લિત થઈ રહ્યા હતાં. હિમાલયને સ્પર્શીને આવતે ઠંડો પવન વહન થઈ રહ્યો હતો. ઘણી ટાઢથી ઠરી ગયેલાં ગરીબ મનુષ્યોના બાળકે
For Private and Personal Use Only