________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭૯) अरुंधती ध्रुवं चैव विष्णो स्त्रीणि पदानिच । क्षीणायुषो न पश्यंति चतुर्थ मातृ मंडलं ॥१॥ મહંધતી મલે ઝિદ્દા ધ્રુવં નાશા પુતે . तारा विष्णुपदं प्रोक्तं भ्रवः स्यान्मात मंडलम् ॥२॥
આને ભાવાર્થ ઉપર લખવામાં આવ્યો છે તે જ છે.
ઇત્યાદિ પૂર્વોકત શાસ્ત્ર અને નિમિત્તોથી પિતાનું આયુષ્ય નજી.. કમાંજ પૂર્ણ થતું જાણું, રાજકુમારીએ શહેરના લોકોને તેમજ પિતાના પરિવારના મનુષ્યોને પિતાને પાસે બેલાવી સર્વજીને ખમાવ્યા. પિતાથી જાણતા કે અજાણતાં કોઈ પણ જીવને દુઃખ થયું હોય, અપરાધ કર્યો હોય તે સર્વ ની પાસે પોતાના અપરાધની માફી માગી ક્ષમા માગી. મુનિસુવ્રતસ્વામીના મંદિરમાં અષ્ટાબ્લિકા મહેચ્છવ શરૂ કરા
બો. મુનિઓને તથા અનાથોને વિશેષ પ્રકારે દાન આપવાં શરૂ કર્યા. મંદિરમાં આવી, જિનેશ્વરને નમસ્કાર કરી, એકત્વ ભાવનાની પ્રબળતાથી પિતાના આત્માને નિઃસંગ બનાવ્યો. હાથ જોડી મુનિસુવ્રતસ્વામીની તે આ પ્રમાણે સ્તુતિ કરવા લાગી– ત્રિભુવન પ્રદીપ! સુરેદ્રનતચરણ! ભવજલધિયાનપાત્ર! નિષ્ક રણબંધુ! અનાથનાનાથ ! દેવાધિદેવ! મુનિસુવ્રત સ્વામી! તું જયવાન રહે. જયવાન રહે. હે દેવ ! હું તારી આગળ છેલ્લી વિજ્ઞપ્તિ કરું છું. જન્મ, જરા, મરણરૂપ મહાન. કલોથી ભીષણ, આભવ સમુદ્રમાં ઉત્તમ મનુષ્ય જન્મ મેળવવો તે તારી પ્રસન્નતા કે કૃપાનું જ પરિણામ છે. ઓગણોતેર કડાકડી સાગરોપમથી અધિક પ્રમાણે મેહનીય કર્મની સ્થિતિ ખપાવીએ ત્યારે જ તારી સેવા કરવાને વખત મળે છે. તે પણ તારી પ્રસન્નતાથી જ તે નાથ! જ્યાં સુધી હું નિર્વાણ ન પામું ત્યાં સુધી દરેક જન્મમાં તારું દર્શન, તારૂં શ્રદ્ધાન અને તારી આજ્ઞાનું પાલન કરવાનું સામર્થ્ય મને પ્રાપ્ત થવું જ જોઈએ. હે શરણાગત વત્સલ ! નિરંતર તારે મારા હાયમાં નિવાસ કરવો જ જોઈએ. તને હદયથી એક ક્ષણ પણ ન વિસારૂ,
For Private and Personal Use Only