________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭૭)
મીને સિંહલદીપ સંબંધી કુશળ સમાચારાદિ સર્વે કહેવા લાગી.
સ્વામિની ! આપના પૂજ્ય પિતાશ્રીએ, આપની કુશળ પ્રવૃત્તિ પૂછી છે અને ઇચ્છા છે. મુનિઓને કુશળતા ચાહી છે અને આપના સમ્યફ શ્રદ્ધાનની પણ કુશળતા પૂછી છે. આના વિયોગથી અને ધર્મના સુંદર બેધરી આત્મકલ્યાણ માટે આપના બંધુ વસંતસેનને રાજ્ય સોંપી આપના માતુશી તથા પિતાશ્રીએ ચારિત્ર અંગીકાર કર્યું છે. તેમજ તેઓની સાથે તમારા સર્વ બંધુઓએ (વસંતસેન વિના) ચારિત્ર લીધું છે.
પિતાના માતા, પિતા અને બંધુઓને ધર્મમાગે યાજાયેલાં અને ચારિત્ર લીધેલાં જાણ, સુદર્શનાના આનંદનો પાર ન રહ્યો. સિંહલદીપ તરફ નજર કરી સુદર્શનાએ તેઓ સર્વને પંચાગ નમસ્કાર કર્યો.”
કમલાએ આગળ ચલાવ્યું. આપના જ્યેષ્ટ બંધુએ મારી સાથે કહેવરાવ્યું છે કે મારાં લધુ બહેનને કહેશે કે, ભવાંતરમાં પણ મને ધર્મબોધ આપી જાગૃત કરે. તેવી જ રીતે ધર્મસંબંધી બોધ આપવા માટે પદ્મા નામથી તમારી ધાવમાતા અને વાસવદત્ત નામના તેના પુત્રે પણ વિજ્ઞપ્તિ કરી છે.
ચતુર રાજકુમારી, કમલાના મુખથી આનંદના સંદેશા સાથે આ સંદેશ સાંભળી ( નિમિત્તજ્ઞાનથી) ચેતી ગઈ કે, પિતાને દેહાંત (મરણ) હવે નજીક સંભવે છે. કેમકે જિન વચનનાં સારભૂત રહસ્યો તેના હૃદયમાં રમી રહ્યાં હતાં. ઉપભ્રત્યાદિ ભાવિ સચક નિમિત્તોને તે જિનવચનથી જાણતી હતી, “ભવાંતરમાં અમને પ્રતિબંધ કરજે.” હાલા મનુષ્યના ભલે આ સ્વાભાવિક શબ્દ હેય તથાપિ તે શબ્દો ભવાંતર જવાના તરતના પ્રયાણને સૂચક છે. નહિંતર પહેલું કોણ જશે? તે નિર્ણય સિવાય આ વાક્ય સ્નેહીઓના મુખમાંથી કેમ નીકળે? - તેમજ સિદ્ધાંતના વચનથી પણ તેણે પિતાના આયુષ્યને નિર્ણય કર્યો. સિદ્ધાંતમાં કહ્યું છે. (વ્યવહાર-સૂત્ર સંબંધી ગાથા.)
For Private and Personal Use Only