________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮૩)
કરી પ્રવર્તની સાધ્વીને સોંપી. તેમની સાથે વિહાર કરતાં સિદ્ધાંતનું પઠન અને વિવિધ પ્રકારે તષચરણ કરવા લાગી. સમળી વિહાર ઉપરના મહાન ભક્તિરાગથી પ્રાયે તે ભરયચ્ચ શહેરની આજુબાજુના વિભાગોમાં વિહાર કરતી હતી. કેટલાક વખત પર્યત નિર્દોષ ચરિત્રવાળી, વિવિધ પ્રકારના તપ તપી છેવટે તેણે સુદર્શનને માર્ગ લીધે અર્થાત અણુસણ ગ્રહણ કર્યું, શુભભાવે અણસણ પાળી, સ માધિપૂર્વક કાળ, કરી, ઈશાન દેવલોકમાં સુદર્શના દેવીની પાસે અનેક દેવ, દેવીઓના પરિવારવાળી મહર્ષિક દેવીપણે ઉત્પન્ન થઈ. પૂર્વ સંગતવાળાં તેઓ બને ત્યાં, અવિયોગીપણે દેવસુખને અનુભવ કરવા લાગ્યાં
મેક્ષાથી મનુષ્યોને દેવભૂમિમાં જઈ વસવું તે, લાંબે રસ્તે પંથ કરનાર મનુષ્યને રસતે ચાલતાં ધર્મશાળામાં વિશ્રાંતિ લેવા બેસવા બરબર છે. દેવભવને, કાર્યસિદ્ધિરૂપે તેઓ માનતા નથી. જેને આત્મિક સુખનો અનુભવ મેળવવો છે સત્ય સુખ જ જોઈએ છે. જન્મ મરણને દૂર કરવાં છે તે મહાનુભાવ, દેવલોકમાં પણ તદ્દત પ્રમાદી, આળસુ કે વિષય સુખના લાલચુ બનતા નથી. તે સુખમાં આસક્ત થવાથી તેઓને અધ:પાત થાય છે. સમ્યગજ્ઞાન નષ્ટ થાય છે અને ચાર ગતિનું પરિભ્રમણ ચાલુ જ રહે છે. આ જ કારણથી જાગૃત સ્થિતિવાળી અને સંસાર સુખની વિષમતાના અનુભવવાળી તે બન્ને દેવીઓએ, દેવભવમાં પણ પોતાનું અગ્રગમનવ ળું પ્રયાણ યથાયોગ્ય ચાલુ જ રાખ્યું હતું. અવિરતિના ઉદયથી અને દેવગતિના સ્વભાવથી તેઓ ત્યાં ચારિત્ર લઈ શકે તેમ તે ન હતું તથાપિ શુભક્રિયા છે, જેનાથી આગામીકાળે જે રસ્તામાં પ્રવેસ કરવાને છે તે રસ્તે નિષ્કટક થઈ સુખાળો થાય તે તેઓને સ્વાધીન હતી. એટલે તે રસ્તો તે બન્ને દેવીઓ એ તરત જ રવીકારી લીધે હતે..
દેવભવમાં તેઓએ પોતાને ચાલુ ક્રમ આ પ્રમાણે રાખ્યો હતે. કદાચિત તેઓ સપરિવાર નદીવરકોપે જતા, હતાં જ્યાં અનેક શાશ્વત
For Private and Personal Use Only