________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮૬)
ભદ્રે ! રાજકુમારી સુદર્શન માતપિતાને નમસ્કાર કરી, સિંહલ. દીપથી જ્યારે ભરૂયર્ચામાં આવી, ત્યાર પછી તેની ધાવમાતા કમલા ભયથી પાછી સિંહલદ્વીપમાં આવી ત્યારે સુદર્શના આગળ મુનિશ્રીએ જે ધર્મોપદેશ આપ્યો હતો તે તેમને કહી સંભળાવતાં તથા સુદર્શનના પૂર્વભવ સંબંધી ચરિત્રનું સ્મરણ કરતાં આખા રાજકુટુંબમાં વિશેષ પ્રકારે વિરકતભાવ ઉત્પન્ન થયે. આત્મસાધન કરવાને તૈયાર થયેલા સિંહલેશ્વરે ઘણું આજીજી કરી વસંતસેન નામના સર્વથી લઘુ પુત્રને રાજ્યાભિષેક કર્યો, કારણ કે તે પણ પોતાની લધુ બેનનું ચરિત્ર સાંભળી વિરકત દશા પામ્યો હતો. પદ્મા નામની બીજી ધાવમાતાના પુત્રને સહાયક તરીકે અને માતાની માફક પડ્યા ધાવમાતાને તે કુમારની પાસે મૂકીને ચંદ્રગુપ્ત (સિંહલદીપના રાજાએ રાજ્યલક્ષ્મીને ત્યાગ કરી, કુટુંબ સહિત સુદર્શનાના નિમિત્તથી વૈરાગ્ય પામી ચારિત્ર લીધું. તેઓ સર્વે ઉગ્ર તપશ્ચરણ કરતાં આ માનવદેહને ત્યાગ કરી દેવભૂમિમાં દેવપણે ઉત્પન્ન થયા.
વસંતસેન સિંહલદ્વીપમાં રાજ્ય કરતું હતું. તેણે પણ અવસરે રાજયલમનો ત્યાગ કરી ચારિત્ર લીધું, પણ ચારિત્રમાં દૂષણ લગાડી કાંઈક વિરાધના કરી, મરણ પામી ભૂવનપતિદેવની નિકાયમાં દેવપણે ઉત્પન્ન થયે. તે ભૂવનપતિદેવનું આયુષ્ય પૂર્ણ કરી, આ જન્મમાં વતાવ્ય પહાડની દક્ષિણશ્રેણિ ઉપર આવેલા ચંદ્રરથનગરમાં ચંડવેગ નામના વિદ્યાધર રાજપણે ઉત્પન્ન થયા. ઉત્તમ રૂપ, લક્ષણાદિ ધારણ કરતે અનુક્રમે યૌવન અવસ્થા પામે.
એક દિવસ ક્રીડા કરતાં કરતાં તે ભરૂચ્ચનગર તરફ જઈ ચડ. ત્યાં રહેલા સમળીવિહાર ચત્યમાં કિન્નર, ગંધર્વ અને યક્ષ પ્રમુખની દેવીએનું મધુર ગાન સાંભળી તે, તે મંદિરમાં ગયો. એ અવસરે મંગળાચરણ બલી, પુષ્પવૃષ્ટિ કરતાં દેવાંગનાઓએ દેવાધિદેવ આગળ ગંભીર અર્થની સ્તુતિવાળું ગાયન શરૂ કર્યું હતું. સાથે સાથે ભકિતભાવતી આધકતાથી અમર વધુએ નૃત્ય પણ કરતી હતી. તે પ્રસંગની પૂર્ણ
For Private and Personal Use Only