________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ ૩૯ મું.
સુદર્શનનું ધર્મમય જીવન અને દેવભૂમિમાં ગમન.
મંદિર પૂર્ણ થયા પછી સંદશના નિરંતર ભકિતથી આદરપૂર્વક પ્રભુનું પૂજન કરતી હતી. ત્રિકાળ સ્નાત્ર અને અર્ચનમાં દિવસનો મેટો ભાગ પસાર કરતી હતી. તેમજ સુપાત્રમાં દાન આપતાં દિવસે પસાર કરતી હતી.
બીજા ધર્મકાર્યોમાં શિથિલ આદરવાળી અને મંદિરમાં જ લીન થયેલી સુદર્શનાને દેખી શીલવતીએ આદરથી સુદર્શનાને કહ્યું. પુત્રી ! જુઓ કે જિનમંદિર ઉપયોગી છે, છતાં મંદિર કરતાં જિનેશ્વરેએ તપ સંયમને અધિક કહ્યો છે. આ દેહ ક્ષણભંગુર છે તેમાંથી શાશ્વત સુખના કારણરૂપ, આ દેહથી તપ, સંયમાદિ કરી લેવાં એટલું જ સારભૂત છે. ધર્મનું મૂલ દયા છે. દયાનું મૂલ તપ છે. તપનું મૂલ જ્ઞાન છે. અર્થાત દયાથી ત૫ અધિક છે. તપથી જ્ઞાન અધિક છે જ્ઞાનથી નિર્વાણ પ્રાપ્ત થાય છે. આ ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થવી જોઈએ. માટે સુદર્શના ? આપણને હવે તપ કરવો તે એગ્ય છે. જ્ઞાનીએ પણ આ પ્રમાણે જ કહે છે. कचणमणि सोवाणं थंम सह रसूसियं सुचनातलं। जो कारिज जिणहरं तओवितव संयमो अहिओ ॥१॥
સેના અને મણિના પગથીયાવાળું, સુવર્ણના તળીયાવાળું અને હજારે ભાની ઊંચાઈવાળું જે મનુષ્ય જિનમંદિર બંધાવે તેના કરતાં પણ તપ, સંયમનું ફળ અધિક છે.
સુદર્શનાએ વિનયથી કહ્યું. અંબા ! જે એમ જ છે તો
For Private and Personal Use Only