________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭૬).
આપણે ગુરૂશ્રીએ બતાવેલ તપ શરૂ કરીએ. આપનું કહેવું સત્ય છે. જીવિતવ્ય અને યૌવન ચંચળ યાને અનિત્ય છે. આપણે કો તપ કરીશું ?
શીળવતીએ કહ્યું પુત્રી ! સર્વાંગસુંદર તપ કરવાને માટે વિચાર છે. સુદર્શનાએ કહ્યું. તે તપ કેવી રીતે થાય ?
શીળવતીએ કહ્યું. અજવાળા પક્ષમાં એકાંતરે ઉપવાસ કરવા. પારણે આંબિલ કરવું. નિરંતર જિનેશ્વરનું પૂજન કરવું. આ તપ ચૈત્ર માસમાં શરૂ કરે જોઈએ. છેવટે તપ પૂર્ણ થતાં એક મોટી પૂજા કરી, મુનિઓને દાન આપવું. દુઃખીયાઓને મદદ આપવી વિગેરે વિધિ છે. સુદર્શન અને શીળવતી બન્ને જણાએ તે તપ શરૂ કર્યો. જિનપૂજન, સુપાત્રદાન, પરોપકાર અને તપશ્ચરણાદિ શુભ ભાવમાં તે તપ પૂર્ણ થયે તરત જ અંધારા પક્ષમાં નિરૂજ સીંહ ત૫ શરૂ કર્યો. જેમાં પૂર્વોકત તપશ્ચર્યા સહિત, ગ્લાનીમુનિ, શ્રાવકો અને કેઈપણ રેગી મનુષ્યને-જીને ઔષધાદિ આપી નિરોગી કરવાનું પણ કામ કરવાનું હતું. તે તપ પણ પૂર્ણ થયા. ત્યાર પછી પરમભૂષણ તપ શરૂ કર્યો. આ તપમાં એકાંતરે ઉપવાસ, પારણે આંબિલ-આવાં બત્રીશ આંબિલ જેમાં આવે છે તે તપ, વિધિપૂર્વક પૂર્ણ થયો. ત્યાર પછી બીજા પણ દિક્ષા કલ્યાણિક તપ, નિર્વાણ તપ. કર્મસડન તપ. રત્નાવલી તપ. મુકતાવલી તપ. ભદ્ર, મહાભદ્ર-સર્વતોભદ્ર. ઈત્યાદિ વિવિધ પ્રકારના તપ કરતાં સુદર્શન અને શીળવતીને સાઠ વર્ષ નીકળી ગયા.
એક દિવસે સુદર્શના પિતાના ભુવનમાં સીંહાસન ઊપર શાંત પણે વિચારમાં નિમગ્ન થઈ હતી, તેવામાં તેની એક બહેનપણી ઉતાવતી ઊતાવળી તેની પાસે આવી આદરપૂર્વક કહેવા લાગી. સ્વામીની ! વધામણું આપું છું. આપના માતા, પિતાની કુશળ પ્રવૃત્તિ કહેનારી સિંહલદ્વીપથી ધાવમાતા કમળા આવી પહોંચી છે. તે વાત કરે છે તેવામાં કમળા પણ ત્યાં આવી પહોંચી. રાજકુમારીના ચરણમાં ન
For Private and Personal Use Only