________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬૯) તેમના એગ્ય કાર્યની પ્રશંસા કરી શાસ્ત્રમાં કહ્યું છે કે –
धम्मकज्जे निबद्ध मुल्लसतहवि विसे सेण ॥ अहि ययरं दायव्यं जेण पसंसेइ सव्वोवि ॥१॥
ધમકાર્યમાં, કામ કરનારાઓને જે મૂલ્ય આપવાનો ઠરાવ કરવામાં આવ્યો હોય તે મૂલ્યથી પણ વિશેષ પ્રકારે વધારે ધન તેઓને આપવું. તેમ કરવાથી તેઓ સર્વે પણ અથવા અન્ય સર્વ મનુષ્ય તે કાર્યની પ્રશંસા કરે.
ધર્મની પ્રશંસા કરાવવી તે પણ એક જાતનો ધર્મ છે યાધર્મનું કારણ છે. પ્રશંસા ધર્મ કઇએ ક્યારે પણ કોઈ પ્રકારે દૂષિત ન કરો. જ્યાં આવી ભાવદયા છે ત્યાં શાશ્વત સુખ રહેલું છે.
આ પ્રમાણે અનેક કારીગરોથી તૈયાર થતું મંદિર-મહાન ઊંચા શિખરે સહિત છ માસમાં તૈયાર થયું. આ મંદિરનાં તળીયાને ભાગ સ્ફટિકની શિલ્લાઓથી બાંધવામાં આવ્યો હતો. રાજકુમારીના સભ્ય. ફત્વની માફક તે તળિયાંને ભાગ મજબૂત અને થિર હતો. તે તળી. થાંની જમીન એક ગાઉ જેટલા વિસ્તારમાં રોક્વામાં તથા બાંધવામાં આવી હતી, તે મંદિર સાત મજલાનું બાંધવામાં આવ્યું હતું. મંદિરની ચારે બાજુ ફરતો કિલે બાંધી લેવામાં આવ્યો હતો, આ કિલ્લામાં સ્ફટિકની શિલ્લાઓ નાખવામાં આવી હતી. ઉત્તરના સન્મુખ સુવર્ણનું તોરણ કરવામાં આવ્યું હતું. સોનાના પાટા (ચીપ) અને મણિ રત્ન જડેલાં તે મંદિરનાં દારો બનાવવામાં આવ્યાં હતાં. તે દ્વારા લોઢાની મજબુત અલાએ (ભગળો)થી સંયમિત કરવામાં આવ્યાં હતાં મંદિરના પગથાઓમાં પણ સુવર્ણ, મણિ અને રત્નો જડવામાં આવ્યાં હતાં. રત્નજડિત સુવર્ણમય સંખ્યાબંધ સ્થંભે તે મંદિર ટેકાવવા માટે મૂકવામાં આવ્યા હતા. રૂપ, સૌભાગ્યના ગર્વને ધારણ કરતી સીલબંકાઓ (પૂત્તલી એ) તે સ્થભ ઉપર ૨૪
For Private and Personal Use Only