________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬૭)
રહ્યો. “હું ભરૂચ જઈશ. અને ત્યાં એક સુંદર જિનમંદિર બંધાવીશ” એવી પિતાની પ્રથમ જ ભાવના હતી. તેમાં ગુરૂશ્રીના ઉપદેશનું પોષણ મળ્યું. સમવસરણની ભૂમિ ઉપર ગુરૂશ્રીએ કહેલી વિધિપૂર્વક એક વિશાળ મંદિર બંધાવવું, એ પિતાને વિચાર નક્કી કરી, ગુરૂશ્રીને નમસ્કાર કરી, સુદર્શન, શીળતી વિગેરે ત્યાંથી ઉઠડ્યા. રસ્તામાં ગુરૂશ્રીના ઉપદેશનું મનન કરતાં તેઓ જિતશત્રુ રાજાએ આપેલા મહેલમાં આવ્યાં. ભોજનાદિ કરી, ધર્મધ્યાન કરવાપૂર્વક આનંદમાં દિવસો પસાર કરવા લાગ્યા. ગુરૂછી પણ પિતાનો ક૯૫ (માસિક૯૫ વિહાર ભર્યાદા ) પૂર્ણ થતાં અન્ય સ્થળે વિહાર કરી ગયા.
-- - પ્રકરણ ૩૮ મું.
સમળીવિહાર અને આજ્ઞાપત્ર
રાજકુમારીના હૃદયમાં ગુરૂશ્રીને ઉપદેશ રમણ કરી રહ્યો હતો. ધર્મગુરૂને અપૂર્વ ઉપગાર કેઈ પણ ભવમાં તેનાથી ભુલાય તેમ ન હતો. સમળી જેવા તિયચના ભવમાંથી રાજકુમારી જેવા મનુષ્ય ભવમાં આવવાનું કોઈપણ ઉત્તમ નિમિત્ત હેમંતે તે કૃપાળુ ગુરૂશ્રી જ હતા. સુદર્શનાએ આ આખી માનવ જિંદગી જ ધર્મ પાછળ અર્પણ કરી હતી તો ક્ષણભંગુર દ્રવ્યની અપેક્ષા તેને ક્યાંથી હોય? ગુરૂશ્રીનો ઉપદેશ મસ્તક પર ચડાવી શુભ દિવસે જિનમંદિર બાંધવાનો તેણે નિશ્ચય કર્યો.
શુભ દિવસે શ્રીસંધાને પોતાને ત્યાં બોલાવી, આદરસત્કાર કરવારૂ૫ તેમનું પૂજન કર્યું. શહેરના લોકોને સત્કાર કર્યો. સૂત્રધાર(કારો
For Private and Personal Use Only