________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬૫)
સુદર્શના તું આ સર્વ ગુણસંપન્ન છે, માટે જિનમંદિર બંધાવવાનો તને અધિકાર છે. આ સમવસરણની ભૂમિને સ્થાને તે મંદિર બંધાવવું તને યોગ્ય છે. જિનેશ્વરનાં ચરણકમળના સ્પર્શથી આ સમવસરણની ભૂમિકા પવિત્ર છે તો પણ જ્ઞાનીઓએ કહેલું છે કે મંદિર બંધાવતાં પ્રથમ વિધિપૂર્વક મંગળ કરવું જોઈએ. ઉત્તમ કાર્યો વિધિપૂર્વક કરવાથી મહાન ફળ આપે છે. વિધિ વિનાનાં ઉત્તમ કાર્યો તાદળ ફળ આપતાં નથી. તીર્થ કરે કૃત્યકૃત્ય થાય છે. તેમને કરવાનું કાંઇ પણ બાકી હેતું નથી કારણ દેવ પણ જેમની આજ્ઞા માન્ય કરે છે અને પૂજન કરે છે એટલે વિધિ ન કરવાથી તેમને કાંઈ લાભ કે નુકસાન નથી, તથાપિ તીર્થની ઉન્નતિ કરવા માટે જિનભવન બંધાવવામાં વિધિ કરવી જોઈએ.
પ્રથમ જિનમંદિરના પ્રારંભમાં દિશિ દેવતાઓ( દિપાળે ) ની પૂજા કરવી, યાચકોને દાન આપવું, સ્વજનેનું સન્માન કરવું અને નગરના લોકોને ખુશ કરવા. જિનમંદિર બંધાવવા માટે જોઈતા પથ્થર આદિનિમિત્ત જ્ઞાનપૂર્વક અને વિશેષ મૂલ્ય આપીને લાવવા. સામા વેચનારનું દિલ દુખાવી એછી કીંમત આપી ન લાવવા. તે પણ ત્રસ જીવેની વિરાધના ન થાય તેમ યતનાપૂર્વક લાવવ લેવા જોઈએ; કેમકે આ ધર્મ અર્થે આરંભ છે તેથી દરેક કાર્ય યતનાપૂર્વક કરવું જોઈએ. ભૂમિમાં રહેલા શલ્યાદિ દોષ (વાસ્તુશાસ્ત્રાદિકમાં કહેલા છેષ ) દૂર કરવા. ત્યાર પછી જ તે ભૂમિ ઉપર મંદિર બંધાવવુંઆ પ્રમાણે કરવા થી તે મંદિર સદાને માટે ઘણું પ્રભાવિત થાય છે.
વિજ્ઞાની ( સલાટ-કડીયાદિ ) તથા કામ કરવાવાળા મજૂર, નોકરચાકરાદિકને અવસરે દાન આપી સતોષિત રાખવા તેથી તેઓ મંદિર બંધાવનારનું ભલું ઇચ્છતા લાગણીથી અને સ તેષથી કામ કરે છે, તે મંદિરમાં મુનિસુવ્રતસ્વામીનું બિંબ વીશ ધનુષ્ય પ્રમાણનું મરત મણિમય બનાવવું. તેમના પ્રમાણ પ્રમાણે બનાવતાં તે બિંબ સાક્ષાત જાણે તે પ્રભુને જોતા હોઈએ તેમ જેનાર મનુષ્યને આનંદ
For Private and Personal Use Only