________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬૩)
સ્તુતિ કરવા લાગ્યા...હે ભગવન ! સંસાર સમુદ્ર તરવા માટે આપ યાનપાત્ર (વહાણ) સમાન છે. સંસારદુઃખથી ત્રાસ પામેલા જીવોને તમે શરણાગત વત્સલ છે. હે પ્રભુ! તમારા જેવા આંતર રોગને દૂર કરનાર મહાન વૈધ દુનિયામાં તાં, આ જન્માંધ–અજ્ઞાનાં મનુષ્યો દુનિયામાં શા માટે અથડાયા કરે છે ? હે મહાપ્રભુ! આપના બધ વચનોનું પાન કરતાં અવ જેવું તિર્યચપણું મૂકી, હું હમણાં દેવપણે ઉત્પન્ન થયો છું. હે નાથ ! જેમ દેવપણું આપ્યું તેમ અપવર્ગ(મોક્ષ) પણ આપવાની મારા પર કૃપા કરે. ઈત્યાદિ વિવિધ પ્રકારે પ્રભુની રતુતિ કરી પોતાના આત્માને કૃતાર્થ માનતો તે દેવ પોતાને સ્થાને ગયે.
ભગવન મુનિસુવ્રતસ્વામી પણ ભરૂયચ્ચમાં કેટલાક દિવસ રહી, અનેક જીવોને પ્રતિબંધ આપી અન્ય સ્થળે વિહાર કરી ગયા. સાડા સાત હજાર વર્ષપર્યત પૃથ્વીતળ પર વિચરી અનેક જીવને ઉદ્ધાર કરી, જેઠ માસની કૃષ્ણ નવમીને દિવસે સમેતશિખરના પહાડ પર નિર્વાણ પામ્યા.
આ માનસુવ્રતસ્વામીના પાંચ કલ્યાણકોને દિવસે જે મનુષ્ય ઉપવાસ, આંબિલ, નિવી અને એકાસણું પ્રમુખ તપ કરીને, મુનિસુવ્રતસ્વામીની પ્રતિમાનું પૂજન કરી આત્માને ધર્મધ્યાનથી વાસિત કરતે વિચરે છે, તેનાં વિવિધ પ્રકારનાં સેંકડે વિદને દૂર થાય છે. અનુક્રમે નર, સુરસુખ પામી આત્મિક સુખ પામે છે.
મુનિસુવ્રતસ્વામીએ અહીં અશ્વને પ્રતિબોધ આપે તે દિવસથી ભરૂચ્ચેનું અધાવાબાધ તીર્થ પ્રખ્યાતિ પામ્યું છે. - સુદર્શન ! જિનેશ્વરનાં ચરણકમળથી અલંકૃત થયેલું હોવાથી આ શહેર પવિત્ર ગણાય છે. અહીં આવેલા અધમ છે પણ નિમિત યોગે સહેલાઈથી સમ્યક્ત્વ પામી શકે છે.
કમળ, વજ, કલશ અને ચક્રાદિકથી અલંકૃત જિનેશ્વરના
For Private and Personal Use Only