________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬૪)
ચરણે જે ભૂમિ ઉપર સ્થાપન થયેલા હોય અથવા સ્થાપન કરવામાં આવ્યાં હોય તે ભૂમિ પણ વિચારવાનોને ઉત્તમ પ્રવૃત્તિમાં નિમિત્તભૂત થાય છે. આ જ કારણથી ભરત રાજાએ અષ્ટાપદ અને શત્રુંજયાદિ પર્વતો પર જિનમંદિર બંધાવ્યાં હતાં. જિનભૂવન, બિંબપૂજા યાત્રા, બલી અને સ્નાત્ર મહેચ્છવાદિક, તે ભાવસ્તવનું કારણ છે. સૌમ્ય, શાંત, વીતરાગ મુદ્રાસૂચક જિનબિંબને દેખતાં અધમી છે પણ વિચારષ્ટિએ બે ધિબીજ પામે છે. સુદર્શના ! વૈતાઢય પહાડ પર જિનમુદ્રાના દર્શન અને પૂજનથી તે પોતે પણ બોધિબીજ પ્રાપ્ત કર્યું હતું. આ પ્રમાણે પરલોકના સાધનભૂત કાવ્યોને ઉપદેશ સંક્ષેપમાં મેં તને કહી સંભળાવે છે. હવે છેલ્લો ઉપદેશ જિનભુવન અને બિંબ પૂજન વિધિને તને સંભળાવું છું, તેનું શ્રવણ કર.
ગકરણ ૩૭ મું.
જિનમંદિર બનાવવાની અને પૂજન કરવાની વિધિ.
આ આઠ ગુણ સહિત જેમ મનુષ્ય હેય તેમને જિનભુવન અને જિનબિંબ બનાવવાનો અધિકાર છે. જાતિવાન ૧, કુલવાન. ૨, દ્રવ્યવાન. ૩, ગુરૂ વિનય કરનાર. ૪, સ્વજનોને માનનીય. ૫, ભક્તિવાન. ૬, રાગાદિ દેશોનો ત્યાગ કરનાર. ૭ અને ઉદારદિલ, ઉદારતાવાન ૮-આ આઠ ગુણમાંથી કદાચ મધ્યમ ગુણવ ન હોય તે પણ કદાચિત ચાલી શકે. પણ જઘન્ય ગુણવાળા મનુષ્યો પ્રતિમાજી કે મંદિર બંધાવવાને લાયક યા એગ્ય નથી કેમકે તેથી તે પ્રતિમાજી કે મંદિર ઉપર બીજા મનુષ્યોને આદરભાવ થતો નથી. એટલે અનાદરણીયતાદિ અનેક દોષ ઉત્પન્ન થવા સંભવ છે.
For Private and Personal Use Only