________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭૦)
ગોઠવવામાં આવી હતી. આકાશના માર્ગમાં આવી ઊભેલાં તે મંદિરના શિખરોમાં ચંદ્રકાંત અને સૂર્યકાંત મણીરત્નો જડવામાં આવ્યાં હતાં. તેની પ્રભાથી સૂર્ય ચંદ્રની પ્રજાને પરાભવ થતો હોય તેમ જણાતું હતું. શિખરના અગ્ર ભાગ ઉપર રત્નજડિત સુવર્ણને કળશ સ્થાપવામાં આવ્યો હતો સુવર્ણના દંડવાળો વેત વજપદ ( ધ્વજાદંડ) શિખર ઉપર ફરકતો. ઉલ્લાસ પામતો-દુનિયાની બીજી અન્ય મનહરતાને નિષેધ કરતો હેય નહિં તેમ ભાસ આપતો. ટૂંકામાં કહીએ તે સાક્ષાત્ દેવવિમાન હેય નહિં તેવું જિનમંદિર તૈયાર થયું. - તે મંદિરમાં બિરાજમાન કરવા માટે વીશ ધનુષ્ય પ્રમાણની (આ ધનુષ્ય માપની સંજ્ઞા અત્યારના મનુષ્યોના શરીર પ્રમાણે ગણાવામાં આવી છે. નહિંતર પોતાની અપેક્ષા છે તે સાડા ત્રણ હાથ જેટલું શરીર ગણી શકાય ) મુનિસુવ્રતસ્વામીની પ્રતિમા મરકત રત્નભય બનાવવામાં આવી હતી. તે પ્રતિમાનાં નેત્રો કમલદલ જેવાં મનહર શોભતાં હતાં. અષ્ટમીના ચંદ્રની માફક વિશાળ ભાળસ્થળ શોભી રહ્યું હતું. પકવ બિંબ જેવા એજ પુટ, સરલ નાસિકા, સૌમ્ય મુદ્રા અને પૂર્ણ ચંદ્ર જેવું મુખકમળ શોભા આપતું હતું. પ્રતિમાજીના અંગની કાંતિ અભૂત હતી. પદ્માસને બેઠેલ સ્થિતિમાં તે આકૃતિ હતી. દરિયુગ્મ નાસિકાના અગ્રભાગ પર સ્થાપિતમાં હતું. જગતુજીના સંતાપને નાશ કરનાર, વીતરાગમુદ્રાસયક, શુદ્ધ આત્મસ્થિતિનું ભાન કરાવનારી તે મૂર્તિ હતી.
મુખ્ય મંદિરની ચારે બાજુ એવીશ તીર્થકરના ચોવીશ મંદિરે બાંધવામાં આવ્યાં હતાં. ઉચત પ્રમાણુવાળી, તીર્થકરોના જુદા જુદા વણ અનુસાર તેમાં પ્રતિમાજીએ સ્થાપન કરવામાં આવ્યાં હતાં.
તે મંદિરની પ્રતિષ્ઠા કરવાના અવસરે ચતુર્વિધ સંઘને નિમંત્રણ કરવામાં આવી હતી. દશ દિવસપર્યંત જિતશત્રુ રાજાએ પોતાના સવ માં અમારી પડતું વજા હતો. નાના પ્રકારનાં ભ જન,
For Private and Personal Use Only