________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨૭)
જ મરણ પામે. તેનું માંસ ખાવા માટે એક શીયાળીઆએ તેનાં અપાન (ગુદા) દ્વારમાં છિદ્ધ પાડયું. માંસના અથી કાગડાઓ ત્યાં આવ્યા અને અપાનપદેશમાં પિસી માંસ ખાવા લાગ્યા. તાપના કારણથી તે અપાનાર સંકેચાઈ ગયું. કેટલાએક કાગડાએ અંદર રહી ગયા. છેડા વખતમાં વરસાદ થયો અને તે કલેવર નદીમાં તણાઈને નજીકમાં રહેલા સમુદ્રમાં જઈ મળ્યું. પાણીથી ભીંજાયેલ હાથીના કલેવરનું અપાનદ્વાર ખુલ્લું થયું. કાગડાઓ બહાર નીકળ્યા. ચારે બાજુ નજર કરે છે તે કિનારે દેખાશે નહિ. ઊડી ઊડીને થાકતાં પાછા તે કલેવર પર બેસવા લાગ્યા તેટલામાં તે કલેવરને એક જોરાવર છ સમુદ્રમાં ખેંચી ગયો. તે સાથે કાગડાઓ પણ ડૂબીને મરણને શરણ થયા.
આ દષ્ટાંતને ઉપનય-ભાવાર્થ સાંભળીને વિચાર કરશો. કાગડાને ઠેકાણે આ સંસારી , હાથીના શરીરમાં પ્રવેશ કરે છે, સંસારી જીવેનું મનુષ્યના ભવમાં આવવું. કાગડાઓને હાથીના માંસને ઉપયોગ કરે છે, અને વિષયસુખનો ઉપભોગ. જેમ તે અપાનદ્વારને નિરોધ થયો તેમ છેને વિષયસુખનો પ્રતિબધ થયે. (તેના સિવાય ન ચાલે તે આગ્રહ થ તે) જેમ વર્ષાઋતુ તેમ જીવોને મરણકાળ. જેમ કાગડાઓનું હાથીના કલેવરથી બહાર નીકળવું તેમ જીવોનું પરલોકમાં જવું. જેમ તે કલેવરમાં આસક્ત થયેલા કાગડાઓ .અશરણપણે સમુદ્રમાં ડૂબી મરણ પામ્યા તેમ મનુષ્યદેહ સંબંધી વિષયના ઉપભેગમાં આસક્ત થયેલા સંસારી છો અશરણુણે ધર્મના આલંબન વિના-ભવસાદમાં ડૂબી મરણું પામે છે. અર્થાત વારંવાર વિવિધ યોનિઓમાં પરિભ્રમણ કરે છે.
આ સંસારી જેમાં કેઇ વિવેકી, બુદ્ધિમાન જીવ, તુચ્છ અને અસાર વિષયસુખનો ત્યાગ કરી તપ-સંયમ આદિ આત્મધર્મમાં પ્રયત્ન કરે તો તે વારંવાર જન્મ, મરણ કરતો નથી; પણ સંસારને પાર પામી શાશ્વત સુખ પામે છે.
For Private and Personal Use Only