________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬)
કે ? નહીં જ. પણ આ સર્વ વાતની ખબર પહેલાંથી જ માલુમ હેય અને પહેલાંથી જ સર્વ સામગ્રી તૈયાર કરી રાખી હોય તો તેવા અણીના પ્રસંગે તે પિતાનું કાર્ય સાધવાને સમર્થ થઈ શકશે. તેવી જ રીતે પારલૌકિક કાર્ય માટે, મરણ અવસર આવ્યા પહેલાં જે મનુષ્ય સર્વ તૈયારીઓ નથી કરી રાખતો, તે મનુષ્ય છેલ્લી ઘડીના અવસરે ધન, સ્વજન, રાજ્ય, ગૃહ, દેહાદિકના મેહમાં મુંઝાઈ તેનાથી અલગ થઈ શકતા નથી. તેને મમત્વભાવ ઓછો થતો નથી. એટલું જ નહિ. પણ પહેલાથી જ મમત્વભાવ કે જે હભાવ ઓછો કરેલ ન હોવાથી છેવટની સ્થિતિમાં મેહભાવ વૃદ્ધિ પામે છે. હાલાને વિગ વિશેષ સાલે છે. વિષયતૃષ્ણા છેદાતી નથી. વિવિધ મનોરથો મનમાં ખડા થાય છે. છેવટની વિયોગથી વળવળતી સ્થિતિમાં તપાવેલા લોઢાના ગેળા ઉપર નાંખવામાં આવેલા પશુના બિંદુની માફક ધર્મનું કે આત્મસાધનનું નામનિશાન પણ યાદ રહેતું નથી. કઈ યાદ કરાવે તો પણ મેહ તથા અજ્ઞાનની પ્રબળતા આગળ તે ઊભું રહેવા પણ પામતું નથી. તેને બદલે દૂર રહેલા અને નહિં યાદ કરાવેલા પણ, સ્ત્રી, પુત્ર, ધન, કુટુંબ વિગેરે જ યાદ આવે છે. આવા અનેક મેહ કે દુઃખથી તપેલા મનુ છેવટની સ્થિતિએ ધર્મસાધન કેવી રીતે કરી શકશે ? મરણ જીવનના કટોકટીના યુદ્ધપ્રસંગે તપ તપવાને, શીયળ પાળવાને, ધ્યાન કરવાને, સમાધિ રાખવાને શું તે સમર્થ થશે ? નહિં જ.
મન, વચન, શરીરના વ્યાપાર મંદ પડયા પછી જ પરલેકહિત કેવી રીતે કરી શકશે ? વિષયમાં આસકત થયેલા જીવ, હાથીના કવરમાં ગૃદ્ધિ (આસકિત) પામેલા કાગડાની માફક સંસાર સમુદ્રમાં ડૂબી મરે છે. આ ગ્રંષ્મ ઋતુના વખતમાં પહાડની વિષમ નદી ઉતરતાં એક હાથી કિનારા ઉપર ઘણી જ ખરાબ રીતે પડી ગયા. તેનું શરીર જીર્ણ હેવાથી તેમજ વિષમ રીતે પડવાથી ભાંગી ગયું અને તે ત્યાં
For Private and Personal Use Only