________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫૭)
ભારતવર્ષના મધ્ય ખંડમાં પૂર્વ દિશા તરફ સર્વ દેશમાં તિલક સમાન ભગધદેશ શોભી રહ્યો છે. ગંગા નદીના શીતળ પ્રવાહવાળા કિનારાની અપૂર્વ શોભા મનુષ્યને આહાદિત કરી રહી હતી. સ્થળે
સ્થળે આવેલાં અનેક તળાવ અને પુષ્કરણા (વાવ) પથિકોને વિશ્રાંતિ આપી રહ્યાં હતાં. દૈવિક ઋદ્ધિથી ભરપૂર તે દેશને જોતાં, તેના વૈભવ માટે, ધમાં આળસુ મનુષ્યો પણ પ્રયત્ન કરતાં હતાં.
તે દેશમાં રાજગૃહી નામની નગરી હતી. તેમાં આવેલાં ઊંયા શિખરવાળા જિનભૂવન પર પુરાયમાન થતી વૈજયંતી( ધ્વજા ) ધ્વજના છે. રૂપ હાથથી, મનુષ્યોને સત્ય સુખ માટે આગ્રહ કરીને ઓલાવતી હોય તેમ આંદલિત થઈ રહી હતી
તે નગરીમાં શત્રુઓને પરાભવ કરનાર અને સદાચરણુઓને આઝાય આપનાર પ્રચંડ ભેજવાળો સુમિત્ર રાજા રાજ્ય કરતો હતો.
રવજનને સંતોષ આપનારી અને જેના નામસ્મરણથી પણ ઉપસર્ગ, મારી, ચૌરાદિ ઉપદ્ર શાંત થાય તેવી મહાસતી પદ્માવતી નામની તે રાજાને રાણું હતી.
ભવ્ય જીવોના ભવદુઃખને હરનાર મુનિસુરત તીર્થાધિપતિને જીવ પ્રાણાંત કપથી દેવ-આયુષ્ય પૂર્ણ કરી, શ્રાવણ શુકલ પૂર્ણિમાને દિવસે, પદ્માવતી રાણીની કુક્ષીમાં ગર્ભપણે ઉત્પન્ન થયો કલ્યાણના નિધાન સરખા તે પ્રભુને જેઠ કૃષ્ણ અષ્ટમીને દિવસે જન્મ થયો. દિકુમારીઓ વડે જન્મકર્મ કરાયા પછી, છાદિ દેવોએ મેરૂ પર્વત ઉપર પ્રભુને લઈ જઈ સ્નાત્રાદિ જન્મ મહેચ્છવ કર્યો. સાડાસાત હજાર વર્ષ બાળ અવસ્થામાં પસાર કરી, રાજ્ય પામી પન્નર હજાર વર્ષપર્યંત ન્યાયથી પ્રજાનું પાલન કર્યું. અવધ જ્ઞાનથી દીક્ષાનો અવસર જાણી, તૃણની માફક રાજ્યસુખને ત્યાગ કરી, ફાલ્યુત શુકલ દ્વાદશીને દિવસે નીલગુફા નામના ઉધાનમાં, ઇંદ્રાદિ દેવોના હર્ષનાદ વચ્ચે તે મહાપ્રભુએ ચારિત્ર ગ્રહણ કર્યું. ચારિત્ર લીધા બાદ અગીયાર માસપર્યત
For Private and Personal Use Only