________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩૦)
ના ભયથી આપણે પાછા હઠયા હતા. તેટલામાં તે દેવ સૌમ્ય આકૃતિ ધારણ કરી આપણી પાસે આવી આ પ્રમાણે કહેવા લાગ્યા. મહાબળ ! હું તારો શતબળ નામનો પિતામહ (પિતાના પિતા) છું. ઉત્તમ ચારિત્ર પાળીને લાંતક નામના દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયે છું. પુત્ર! તું પણ સંયમનિયમમાં ઉજમાળ થજે. અમૃતતુલ્ય જિનવચનોથી તારા આત્માને ભાવિત કરજે. શ્રદ્ધાળુ હૃદયના, પ્રમાદવિનાના અને સંયમ માર્ગમાં કામ કરનારા આ પદને પામી શકે છે. પ્રયત્નથી તું પણ આ પદ પામી શકીશ.” આ પ્રમાણે કહીને તમાલદલની માફક શ્યામલ આકાશતળને પ્રદ્યોતિત કરતો તે દેવ ત્યાંથી આકાશમાર્ગે ચાલ્યો ગયે.
મહારાજા! આ વાત તમે દીઠી છે, સાંભળી છે અને અનુભવી છે. તે વાત જે તમને યાદ હોય તે પરલોક છે, તેની શ્રદ્ધા તમે શા માટે નથી કરતા?
' રાજાએ કહ્યું. ભદ્ર સ્વયં બુદ્ધ ! તે વાત મને યાદ આવે છે. પરલોક છે. હમણાં તે વાતનું દઢ શ્રદ્ધાન કરું છું, તેમાં મને બીલકુલ શંકા નથી.
રાજાના આ શબ્દોથી તે પરોપકારી સ્વામીભકત પ્રધાનને ઘણો આનંદ થયો. તે અવસરને જાણ હોવાથી અવસર આવ્યો જાણે તેણે ફરી રાજાને કહ્યું-રાજ! વંશપરંપરાથી સાંભળેલું અને ધમધર્મના ફળને પ્રગટ કરનારું, તમારા પૂર્વજોનું વિવેકવાળું કર્તવ્ય હું આપને સંભળાવું છું. આમાંથી આપને જાણવાનું કે શીખવાનું ઘણું મળી આવશે.
આ જ નગરમાં રાજ્ય કરનારા તમારા પૂર્વજોમાં પૂર્વે કુરચંદ્ર નામને રાજા થયો હતો. તેને કુરુમતિ નામની રાણી હતી. માતા, પિતાને પૂર્ણ ભકત હરિશ્ચંદ્ર નામનો તેમને એક પુત્ર થયા. રાજા
તકવાદના શાસ્ત્રમાં પ્રવીણ હતે.
For Private and Personal Use Only