________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૪)
चारित्तं तु हविज्जत विरमणं सावजजोगेहिं जं । एअमो रयणतिगं सित्रफलं गिन्देह सच्चे अणा ॥१॥
તીર્થંકરપ્રણીત સિદ્ધાંતમાં કુશળતા, તેને જ્ઞાન કહે છે. તે જ વીતરાગના વચનમાં અતિશય નિર્મળ રુચિ (શ્રદ્ધા-ઈચ્છા) તે સદર્શન કહેવાય છે. સાવધ ( સપાપ ) ચોથી વિરમવું તે ચારિત્ર છે. તે ભવ્ય ! સચેતને મોક્ષફળ આપનાર આ ત્રણ રત્નોનું તમે ગ્રહણ કરો.
हयं नाणं कियाहीणं, हया अनाणीएत किया । पासंतो पंगुलो दृड्डो, धावमाणेा अ अंधओ ।। १ ।।
ક્રિયા વિનાનું જ્ઞાન હણાયેલું છે અને અજ્ઞાનીઓની (જ્ઞાન વિનાની ) ક્રિયા હણાયેલી છે. દેખતાં છતાં પાંગલો બળી મુઓ ત્યારે આંધળો દોડવાથી મરણ પામ્યો.
- જાણવા પ્રમાણે વર્તન નહિં કરનારા જ્ઞાનીઓને પણ સદ્ગતિની પ્રાપ્તિ દુર્લભ છે. દાવાનળ નજીક આવ્યો છે તેનામાં બાળવાના ગુણ છે તે બાળી નાખશે. ઇત્યાદિ જાણવા છતાં અને નજરે દેખવા છતાં પણ પાંગળે માણસ દાવાનળમાં બળીને મરણ પામે છે. પાંગળા સમાન ચાલવાની ક્રિયા ન કરનારા ( ઉત્તમ આચરણરૂપ ચારિત્ર ક્રિયા ન પાળનારાઓ ) એકલા જાણપણાથી ફાયદે મેળવી શક્તા નથી, તેવી જ રીતે વનમાં લાગેલા દાવાનળથી બચવા માટે એક આંધળો માણસ આમતેમ દેડવારૂપ ક્રિયા કરી રહ્યો છે. પણ આંખે દેતો ન હોવાથી દાવાનળ કઈ બાજુ છે અને મારે તેમાંથી બચવા માટે કયા રસ્તા તરફ થઈને જવું ? તે ન જાણુ હોવાથી તે પણ દાવાનળથી બચી શકતા નથી. આ દષ્ટાંતે તવાતત્ત્વને જાણુવારૂપ અને આશ્રાવને રોકવાના તથા કર્મને નિર્જરવાના જ્ઞાનને નહિં જાણતાં-એટલે જ્ઞાન વિનાના આંધળાઓ-એકલી ક્રિયા કરવારૂપ પ્રવૃત્તિ કરનારાઓ તે પણ ભવડાવાનળને પાર પામી શકતા નથી.
For Private and Personal Use Only