________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩પ૨)
વિદન નિમિત્તે
માં જણાના આનંદ
નમસ્કાર કરી
તે
પંકજમુખે કહ્યું. રાજકુમાર ! મને તે વસ્તુની કાંઈ જરૂર નથી. તને જે ફાયદો થયો છે તેમાં હું નિમિત્તકારણું છું. અને તેટલા પૂરતા મારા પર પગારી જીવનને કૃતાર્થ માનું છું. તું સદાચારમાં રહી, ધર્મપરાયણ થા. તે જ જવાને હું ઇચ્છું છું, અને એ જ મારે આદેશ છે.
આ અવસરે ધર્મચિ નામના અણગાર ત્યાં દેવવંદન નિમિત્તે આવ્યા તેમને દેખી બને જણાના આનંદનો પાર ન રહ્યો. ગુરૂશ્રીને નમસ્કાર કરી તેઓશ્રી પાસે ધર્મશ્રવણ કરવા નિમિત્તે બને જણ બેઠા. ગુરૂશ્રીએ જ્ઞાન, દર્શન, ચારિત્ર એ મોક્ષનું કારણ છે. તે વિષે ધર્મદેશના આપતાં જણાવ્યું. સંપૂર્ણ શ્રતજ્ઞાન તે જ્ઞાન છે. તેનું કહાન તે સદર્શન છે. સર્વ સાવધ વ્યાપારને (ક્રિયાનો ત્યાગ કરવો તે ચારિત્ર છે. નિર્વાણુ સાધનમાં ત્રણેની સાથે જરૂર છે. એકલા જ્ઞાનથી, એકલા શ્રદ્ધાનથી કે એકલા ચારિત્રથી કાર્યની પૂર્ણાહુતી થતી નથી. જેઓ નિર્વાણપદ પામ્યા છે તેઓ આ ત્રણે રતનને સંવેદ કરીનેઅનુભવીને જ પામ્યા છે. ઇત્યાદિ દેશના સાંભળી તેઓએ સમ્યક્ત્વપૂર્વક ગૃહસ્થ ધર્મનાં દ્વાદશ વ્રત અંગીકાર કર્યા. ગુરૂશ્રીને નમસ્કાર, કરી આનંદ પામતા બન્ને જણ પિતાને મંદિરે ગયા.
કુમારને રાજ્ય લાયક જાણી રાજાએ રાજ્યાભિષેક કર્યો અને પોતે આત્મપરાયણ થયે.
વૃષભધ્વજ કુમાર રાજા થયા એટલે પદ્મમુખને બહુમાનપૂર્વક યુવરાજ પદવી આપી. પરસ્પર પ્રીતિપૂર્વક બન્ને જણ રાજ્યપાલન કરવા લાગ્યા.
રાજ્યપ્રપંચમાં પણ તેઓ ધર્મધ્યાનમાં જાગૃત રહેતા હતા. આયુષ્યને ભરોસો નથી તેમ ધારી દિવસને અમુક ભાગ ધર્મધ્યાન નિમિત્તે નિર્ણત કર્યો હતો અને તે પ્રમાણે બને જણાઓ વર્તન કરતા હતા,
For Private and Personal Use Only