________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫૧)
પૂર્વ જન્મના વૃતાંતથી વાકેફ કર્યો. રાજાએ તેને ધીરજ આપી. પુત્ર ! ઉત્સુકતયા તારા ચરિત્રને ચિત્રમાં આળેખવાથી તારે ધર્મગુરૂ જલ્દી ઓળખી કઢાશે યા શોધી શકાશે.
રાજાના આદેશ પ્રમાણે નંદનવનમાં એક મહાન જૈન મંદિર બાંધવામાં આવ્યું. તે મંદિરમાં ઓળખાતાં ચિત્રામણને થાને છેવટની સ્થિતિમાં પડેલા જીર્ણ વૃષભનું ચિત્ર દોરવામાં (અળખવામાં આવ્યું. તેની પાસે ઉભેલા એક મનુષ્ય નમસ્કાર મંત્ર તેને સંભળાવે છે. ઈત્યાદિ પૂર્વજન્મના સંપૂર્ણ ઇતિહાસનું સયક સુંદર ચિત્ર તે મંદિરમાં ચિતરવામાં આવ્યું.
રાજકુમારે પિતાના માણસોને હુકમ કર્યો કે-આ ચિત્ર દેખીને કોઈપણ માણસ કેઈને પ્રશ્ન કરે કે, આ ચિત્ર કેણે બનાવરાવ્યું છે ? શા ઉપરથી બનાવ્યું છે? વિગેરે. તે તે મનુષ્યને ત્યાં રોકી તેના સમાચાર તરત જ મને આપવા. ઈત્યાદિ સચના કરી રાજકુમાર પિતાના કાર્યમાં લાગ્યો.
એક વખત કોકોપુત્ર પંકજમુખ તે જિનભૂવનમાં ભગવાનના દર્શન કરવા નિમિત્તે આજે. દર્શન કર્યા બાદ આ ચિત્ર નિહાળતા તેને ઘણું આશ્ચર્ય લાગ્યું. તેણે ત્યાં રહેલા રાજપુરૂષને પૂછયું. ભાઈઓ ! આ ચિત્ર કોના કહેવાથી અને શા ઉપરથી આલેખવામાં આવ્યું છે ?
આ પ્રશ્નનો ઉત્તર ન આપતા તેને ત્યાં જ રોકી, રાજપુરૂષોએ કુમારને સમાચાર આવ્યા. કુમાર તરતજ ત્યાં આવ્યો. એછીપુત્રને નેહથી આલિંગન આપી, રાજકુમારે પોતાનું સર્વ વૃત્તાંત તેની આગળ નિવેદિત કર્યું. છેવટે જણાવ્યું–હ પરમગુરૂ ! તમારા પ્રસાદથી જ આ સર્વ સંપદા મને મળી છે. આ રાજ્ય, આ પરિજન, દેશ, ભંડાર વિગેરે તમારે આધીન છે, મને જે કરવાલાયક હોય તે કરવાને આદેશ આપ
For Private and Personal Use Only