________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૯)
મુખ વિકૃતિવાળું-વિરૂપ લાગતું હતું. નેત્રમાંથી પાણી અને પીતા વહન થતા હતા. મૂત્રથી તેનું શરીર લેપાયેલું હતું. અનિચ્છાએ પણ ગુદાદ્વારથી છાણ નીકળી જતું હતું. જમીન ઉપર તે પગ તડફડાવતે હતો. શરીર તદ્દન નિસ્તેજ થઈ ગયું હતું. શ્વાસ મુખમાંથી ઉછળતો હતા. શરીર તૂટતું હતું. દાંત પડી ગયા હતા અને હઠ લટક્તા, હતા. આવી સ્થિતિવાળા બળદને દેખી પંકજમુખ વૈરાગ્ય પામી ચિંતવવા લાગ્યા, ' અરે આ બળદનું બલ ક્યાં ગયું? તેનું રૂપ, તેનું લાવણ્ય, તેને ઘેર ગજરવ વિગેરે નાશ પામ્યાં? હા ! હા! કેવી ક્ષણભંગુરતા ? દરેક દેહધારીની આવી સ્થિતિ થવાની જ. આવી સ્થિતિ ન થાય તે પહેલાં દરેક મનુષ્યોએ જાગૃત થવું જ જોઈએ. તે વાત પછી, પણ આ બળદ અત્યારે મરવા પડે છે, તે મરણ ન પામે તે પહેલાં હું તેને કાંઈ પણ ઉપકાર કરે. ઇત્યાદિ વિચાર કરતા તે બુદ્ધિમાન તરત જ અશ્વ પરથી નીચે ઉતર્યો. કઠગત પ્રાણવાળા તે બળદના કાન પાસે મુખ રાખી મધુર સ્વરે શુદ્ધ વર્ણવાળા નમસ્કાર મંત્રને ઉચ્ચાર કરવા લાગ્યા. જ્યાં સુધી બળદના શરીરમાં જીવ હતો ત્યાં સુધી તે તેને નમસ્કારમંત્ર સંભળાવત જ રહ્યો. શાંત પણે તે સાંભળતાં, અશુભ ધ્યાનથી તે બાળકનું મન દૂર રહ્યું. અમૃતની માફક તેના મધુર શાબ્દનું કરુંજલીથી પાન કરતો હોય તેમ તે જણાત હતા, સમગ્ર શ્રુતજ્ઞાનના સારભૂત નવકાર મહામંત્રનું શ્રવણ કરતાં તે બળદ. મરણ પામે. શુભ થાને તે જ શહેરના સપ્તચ્છદ રાજાની શ્રીમતી રાણીની કુક્ષીએ તે બળદનો જીવ પુત્રપણે ઉત્પન્ન થયો.
રાણીને વૃષભનું સ્વપ્ન આવ્યું. અનેક ઉત્તમ દેહદ ઉત્પન્ન થયા. છેવટે રાજા, રાણના ઉત્તમ મનોરથ વચ્ચે પુત્રને જન્મ થા. મોટા મહેચ્છવ પૂર્વક જન્મોત્સવ થયે. સ્વપ્નાનુસાર તેનું વૃષભધ્વજ નામ સ્થાપન કરવામાં આવ્યું. ધાવમાતાએથી પાલન કરાતો શરદઋતુના ચંદ્રની માફક નવીન રૂપ, લાવણ્ય, કાંતિએ વૃદ્ધિ પામવા લાગ્યા,
For Private and Personal Use Only