________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૮)
માટે તેમજ પિતાના બચાવ માટે મનુષ્યોએ રાત્રિભોજન ન કરવું જોઈએ. રાત્રે ભોજનમાં નાંખી, જૂ, કીડી, કરોળીયાની લાળ પ્રમુખ આવી જાય તે વમન, જળોદર, બુદ્ધિનો નાશ અને કોઢ પ્રમુખ રોગો ઉત્પન્ન થાય છે.
દુઃખી કે સુખી મનુષ્યોને ધર્મ અર્થે અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ. ધર્મથી મનુષ્ય સુખી થાય છે. ધનથી ધર્મ થાય તેમ કાંઈ નથી. ધર્મનાં સાધને મન, વચન અને શરીર. આ ત્રણ મુખ્ય છે, માટે હે મહાનુભાવ ! તું ધર્મ સાધન કર. તારું સર્વ દુઃખ દૂર થશે તારા આત્માને શાંતિ મળશે.
ઈત્યાદિ કહીને મુનિઓએ તેને ગૃહસ્થોને લાયક ધર્મ સંભળાવ્યો. ધર્મ સાંભળી, ભવિષ્યની સારી આશા માટે ધનદ ગૃહસ્થના બાર વ્રત અંગીકાર કર્યા.
ગૃહસ્થ ધર્મનું સારી રીતે પાલન કરીને, ધનદત્ત સમાધિપૂર્વક મરણ પામી સૌધર્મ નામના પહેલા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો.
આ ભારતવર્ષના રત્નપુર શહેરમાં મેટ્રપ્રભ નામને કી રહેતો હતો. તે ધનદત્તને જીવ. સૌધર્મદેવલોકનું બે સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરો, મેરૂપભ કોકીને ઘેર પુત્રપણે ઉત્પન્ન થયો. તેનું નામ પંકજમુખ રાખવામાં આવ્યું. થોડા જ વખતમાં તે અનેક કળાઓમાં પ્રવિણ થયે. બાલ્યાવસ્થામાં જ સદ્દગુરુના સંયોગે જીવાદિ તત્વનું જ્ઞાન તેણે મેળવ્યું હતું. બાલ્યાવસ્થામાં દઢ સંસ્કારથી તે વિશેષ પ્રકારે પરોપકારી અને દયાળુ થશે. વખતના વહેવા સાથે ઉદય સૌભાગ્ય અને રૂપલાવણ્યતાવાળી યુવાન વયે પામે. એક દિવસ કેટલાએક મિત્રોને સાથે લઈ, અશ્વ ખેલાવવા નિમિત્તે શહેરની બહાર આવેલા નંદનવન તરફ ગયો. અશ્વ ખેલાવતાં નજીક પ્રદેશમાં જરાથી જ જરિત દેલવાળો એક જીર્ણવૃષભ તેના દેખવામાં આવ્યા.
આ અતિ દુબળ હતો. તેના શરીરની ધાતુ ક્ષીણ થયેલી હતી. શરીરમાં હાડકાં અને ચામડી બે વિશેષ દેખાતા હતા. તેનું
For Private and Personal Use Only