________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫૦)
કુમારની આઠ વર્ષની ઉમર થતાં, રાજાએ વિદ્યા, કળા વિગેરેનું પઠન કરાવવું શરૂ કરાવ્યું. પુન્યોદયથી થોડા વખતમાં સમગ્ર કળાને પારગામી થયો. અનુક્રમે તરૂણીઓના નેત્રરૂપ ભ્રમરને કૈરવ તુલ્ય લાવયતાની લક્ષ્મીવાળું યૌવનવય પામ્યું. એક દિવસે અનેક પુરૂષને સાથે લઈ રાજકુમાર અશ્વારૂઢ થઈ નંદનવન તરફ ફરવા નીકળે. વનમાં સ્વેચ્છાએ આમતેમ ફરતાં અને ક્રીડા કરતાં જે સ્થળે પેલે જીણું વૃષભ રહેતે હવે, તે સ્થળે રાજકુમાર આવ્યો. તે સ્થળ ઘણા વખતનું પરિચિત હોય તેમ લાગવા થી તે ચિંતવવા લાગે કે આ પ્રદેશ કઈ પણ વખત મારે જોયેલું હોય તેમ મને લાગે છે. ઈવાહિવિચારણા કરતાં તે કુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું. - આ ઠેકાણે હું રહેતો હતો. આ ઠેકાણે પાણી પીતે હતો. આ
સ્થળે ખાતો. આ સ્થળે સૂતા. આ ઠેકાણે હું ફરતો હતો. આ સર્વ મારું ચરિત્ર અને સાંભરે છે. પણ મારા પરમ બધવતુલ્ય, ભરણઅવસરે જેણે મને નમસ્કારમંત્ર સંભળાવ્યો હતો તે કેમ યાદ નથી આવતો ! જેના પ્રભાવથી જન્મભરમાં કાંઈ પણ સુકૃતને લેશ પણ નહિં કરનાર હું, જેમ શેર (દરિદ્ર પુરૂષ) નિધાન પામે તેમ આ રાજ્યલક્ષ્મી પામ્યો . તે મારો પરમ ઉપગારી, મારે પરમ ગુરૂ કોણ હતો ? તે માટે સર્વથા પૂજવા લાગ્યા છે. માનવા યોગ્ય છે. તેના જાણ્યા સિવાય, તેનું પૂજન કર્યા સિવાય હું કેવી રીતે ઋણરહિત થઈ શકીશ (દેવામાંથી છૂટીશ ?)
અહા ! તે જ ઉત્તમ પુરૂષ છે કે વગર પ્રાજને અને વિના ઉપગાર કર્યો જે ઉપગાર કરે છે. ઉપગાર કર્યા છતાં પણ ઉપગારી. એના બદલામાં જે પ્રત્યુપકાર કરતા નથી તેવા મારા જેવાની શી ગતિ થશે ?
કઈ પણ પ્રકારે પૂર્વજન્મના મારા ગુરુને ઓળખીને આ રાજ્યલક્ષ્મી તેને આપું તો જ મારા મનને શાંતિ થાય. આ પ્રમાણે વિચાર કરતા રાજકુમાર પિતાનું મંદિર આવ્યા અને પોતાના પિતાને
For Private and Personal Use Only