________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩૫). મેં સાંભળ્યું. મેં દેખ્યું. મેં સુંધ્યું. મેં ખાધું. મેં સ્પર્યું મેં સંભાળ્યું. ઈત્યાદિ ભાવ પ્રત્ય-પ્રતીતિઓ જેને થાય તે પોતે જ જીવ છે.
શ્રવણ (કાન) આદિ ઇદ્રિયો કાંઈ જાણકાર નથી કે તે જાણું શકે ? જીવના જવા પછી પણ તે ઈદ્રિ બની રહે છે, છતાં તે અવસરે તે અહં પ્રત્યય-હું છું વિગેરે કાંઈ પણ થતો નથી અથવા શરીરમાં જીવ વિધમાન હોય ત્યારે પણ છવની ઉપયોગ વિનાની સ્થિતિમાં ઈદ્રિય વિદ્યમાન છે છતાં, તેઓ કાંઈ સાંભળી કે દેખીને અહં પ્રત્યય કરી શકતી નથી. આથી ચક્કસ નિર્ણય થાય છે કે, સાંભળવાનું કે દેખાવા વિગેરેનું જ્ઞાન જેને થાય છે તે જ્ઞાતા-જીવ આ ઇદ્રિ કરતાં કોઈ જુદો જ છે.
વળી ચૈતન્ય ભૂતાનો ધર્મ નથી પણ જીવને ધમ છે, કેમકે ભૂતે અવેદક છે. જ્ઞાનશક્તિ ધરાવનાર નથી. અર્થાત જડ છે, જેના એક અંશમાં વેદક ( જ્ઞાપક ) સ્વભાવ નથી તેના સમુદાયમાંથી પણ તે સ્વભાવ ક્યાંથી પ્રગટ થશે ? જેમ તલના દાણામાં તેલને અંશ છે તો તલને સમુદાય એકઠું કરતાં તેમાંથી તેલ બહાર આવે છે- કઢાય છે ) પણ રેતીના કણિયામાં તેમનો અંશ નથી તો લાખ રેતીના કણ એકઠા કરતાં પણ તેમાંથી એક પણ તેલનું બિંદુ નહિં જ નીકળે. તેમ ભૂતના અંશમાં ( પૃથ્વી, પાણી, વાયુ, આકાશમાં ) જ્ઞાન શક્તિ નથી તે તેના સમુદાયમાંથી તે શકિત કેવી રીતે પેદા થશે ? મદિરાના એક એક અંગમાં તેવી થોડી માદક શકિત રહેલી છે તો તે અંગે વિશેષ એકઠાં થતાં તેમાંથી વિશેષ માદકરૂપે શકિત બહાર આવે છે તેમ ભૂતોમાં તેવી જ્ઞાતત્વશકિત નથી માટે તે સમુદાય એકઠા મળતાં પણ તેમાંથી જીવરૂપે તે શકિત બહાર આવતી નથી. આથી કહેવાને આશય એ છે કે આત્મા, ભૂતોથી વ્યતિરિક્ત સ્વતંત્રપણે જુદો છે પણ તે ભૂતોને ધર્મ નથી.
આ પ્રમાણે આ દેહમાં જીવ અનુભવસિદ્ધ જણાય છે. તેમજ
For Private and Personal Use Only